6 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “આ ખૂની નગરની અંતઘડી આવી પહોંચી છે. એ તો જે કદી સાફ કરવામાં નહિ આવેલી તથા કટાઈ ગયેલ દેગ જેવું છે. તેમાંથી માંસના એક પછી એક એમ બધા ટુકડા બહાર કાઢવામાં આવે છે.
6 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈની જેમ જેની અંદર મેલ છે, ને જેનો મેલ તેમાંથી નીકળી ગયો નથી, એવા ખૂની નગરને અફસોસ! ટુકડે ટુકડે તેને બહાર કાઢો, તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
6 માટે પ્રભુ યહોવાહ કહે છે: કઢાઈની માફક જેની અંદર મેલ છે, જેમાંથી મેલ કદી નીકળ્યો નથી એવી ખૂની નગરીને અફસોસ. તેમાંથી ટુકડે ટુકડે લો, પણ તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
6 “‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: એ ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! તું કટાઇ ગયેલી કઢાઇ જેવી છે, જેનો કાટ કદી ઊખડે એમ નથી. તું દુષ્ટતાથી ભરેલી છે. તેથી એક પછી એક ટુકડા લઇ લેવામાં આવે છે. પણ કોઇ તે ખાવાના નથી.
પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.
ખાસ કરીને તો મનાશ્શાએ ઘણા નિર્દોષ માણસોને મારીને યરુશાલેમને લોહીથી તરબોળ કરી દીધું હતું એને લીધે એવું બન્યું હતું. પ્રભુ તેને તેની ક્ષમા આપવા રાજી નહોતા.
કેટલાક માણસો લાંચ લઇને હત્યા કરે છે, કેટલાક નફો મેળવવા વ્યાજખોરી કરે છે, તો કેટલાકે પડોશીનું બળજબરીથી શોષણ કરીને લાભ મેળવ્યો છે. તેઓ સૌ મને વીસરી ગયા છે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.
નગરને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેં તારા પોતાના ઘણા લોકોની હત્યા કરી છે અને તેં મૂર્તિઓ બનાવીને તેમની પૂજા દ્વારા તારી જાતને ભ્રષ્ટ કરી છે. હવે તારો વિનાશ આવી પહોંચ્યો છે.
વિદેશી શત્રુઓએ તેમના દરવાજા ભાંગી નાખ્યા તે દિવસે તું બાજુ પર ઊભો રહ્યો. પરદેશીઓએ યરુશાલેમની મિલક્ત લૂંટી લઈ અંદરોઅંદર વહેંચી લીધી ત્યારે તું પણ તેમના જેવો જ અધમ બન્યો.
દેશમાં કોઈ ધર્મિષ્ઠ માણસ રહેવા પામ્યો નથી. વળી, ઈશ્વરને કોઈ વફાદાર નથી. દરેક જણ ખૂન કરવાનો લાગ શોધે છે. દરેક પોતાના ભાઈનો શિકાર કરવા તેની પાછળ પડી જાય છે.
છતાં નો નગરના લોકો દેશનિકાલમાં લઈ જવાયા. તેના દરેક નાકે તેનાં બાળકોને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યાં. તેના અગ્રણીઓ સાંકળે બાંધીને લઈ જવાયા અને તેમને પકડનારાઓએ તેમને વહેંચી લીધા.
પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે.
મેં જોયું કે તે સ્ત્રી ઈશ્વરના લોકોનું અને ઈસુને વફાદાર રહેવાને લીધે શહીદ થયેલા લોકોનું લોહી પીને ચકચૂર બનેલી હતી. તેને જોઈને હું આશ્ર્વર્યચકિત થઈ ગયો.