Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તમારે માથે પાઘડી અને પગમાં જોડા પહેરેલાં હશે. વળી, તમે શોક કે વિલાપ કરશો નહિ. તમારા પાપે તમે ઝૂરીઝૂરીને મરશો ને એકબીજાની આગળ વિલાપ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તમારા ફેંટા તમારાં માથાં પર, ને તમારાં પગરખાં તમારા પગમાં હશે. તમે શોક કે રુદન કરશો નહિ, પણ તમે તમારા દુરાચારમાં ઝૂરીઝૂરીને મરશો, ને એકબીજાની સામે [જોઈને] વિલાપ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તમારી પાઘડી તમારા માથા પર, તમારાં ચંપલ તમારા પગમાં હશે. શોક કરશો કે રડશો નહિ, તમે તમારા અન્યાયમાં પીગળી જશો, દરેક માણસ પોતાના ભાઈને માટે નિસાસા નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તમારે માથે ઉત્તમ સાફો અને ઉત્તમ પગરખા પહેરી લો, રડશો નહિ કે પશ્ચાતાપ કરશો નહિ, તમારાં પાપે તમે એકબીજા સામે રોદણાં રડતાં રિબાઇ રિબાઇને મરશો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:23
14 Iomraidhean Croise  

દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.


તેમના બાકી રહેલા વંશવારસો મરકીથી દટાશે, અને તેમની વિધવાઓ તેમને માટે વિલાપ કરશે નહિ.


કેટલાક તેમના મૂર્ખતાભર્યા અપરાધોને લીધે કમજોર બન્યા હતા, અને તેમના દુરાચારને લીધે રીબાતા હતા.


તેમના યજ્ઞકારો તલવારથી માર્યા ગયા ત્યારે તેમની વિધવાઓ શોકગીત પણ ગાઈ શકી નહિ.


ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો.


અમે રીંછની પેઠે ધૂરકીએ છીએ અને કબૂતરની જેમ કલ્પાંત કરીએ છીએ. અમે ઇન્સાફની આશા રાખીએ છીએ, પણ તે મળતો નથી; છુટકારાની આશા સેવીએ છીએ પણ તે ય દૂર રહે છે.


પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે.


લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે.


ત્યારે હઝકિયેલે જેમ કર્યું છે તેમ તમે પણ કરશો. તમે તમારાં મોં ઢાંકશો નહિ કે શોક ભોજનમાંથી ખાશો નહિ.


પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને કહે કે તમે લોકો એમ કહો છો કે, ‘અમારાં પાપો અને અપરાધોનો બોજો અમારે શિર છે, તેથી અમે ક્ષીણ થતા જઈએ છીએ, પછી અમે કેવી રીતે જીવતા રહીએ?’


તેમનાં ખોરાક અને પાણી ખૂટી પડશે. તેઓ સૌ ભયભીત થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામશે.”


તેમણે માથે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની પાઘડી બાંધવી, કમરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની ઈજારો પહેરવી. તેમણે પરસેવો થાય એવું કશું કમરે વીંટાળવું નહિ.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


તમારામાંના જે કોઈ થોડાક ત્યાં બચી જશે તેઓ તમારાં પોતાનાં અને તમારાં પૂર્વજોના પાપને લીધે નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan