Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તું ઇઝરાયલીઓને આ સંદેશ આપ: ‘પ્રભુ પરમેશ્વર કહે છે કે તમને મંદિરની મજબૂતી માટે ગર્વ છે, તે તમારી આંખોને પ્રિય છે, અને તમે તેની મુલાકાતની ઝંખના રાખો છો. પણ એ મંદિરને હું અશુદ્ધ કરીશ. તમારાં જે પુત્રપુત્રીઓને તમે યરુશાલેમમાં છોડી આવ્યા છો તે યુદ્ધમાં માર્યાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, મારા પવિત્રસ્થાનને, જે તમારા સામર્થ્યનું ગૌરવ છે, જે તમારી આંખોને પ્રિય છે, ને જેના પર તમારા મનમાં દયા આવે છે તેને હું ભ્રષ્ટ કરીશ; અને તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ જેમને તમે તમારી પાછળ મૂકી ગયા છો તેઓ તરવારથી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:21
33 Iomraidhean Croise  

તો હું મારા ઇઝરાયલ લોકને મેં તેમને આપેલા દેશમાંથી હાંકી કાઢીશ. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે પવિત્ર કરેલા આ મંદિર પરથી મારી દૃષ્ટિ ફેરવી લઈશ. ઇઝરાયલી લોકો અન્ય સર્વ લોકોમાં ઠઠ્ઠામશ્કરી અને તિરસ્કારને પાત્ર બની જશે.


પ્રભુને તથા તેના સામર્થ્યને શોધો; સર્વદા તેમના મુખને શોધો.


હે પ્રભુ, ઊઠો, તમારા સામર્થ્યના પ્રતીક્સમ કરારપેટી સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવો.


પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!


તેમણે તમારા મંદિરને આગ લગાડીને જમીનદોસ્ત કર્યું, અને તમારા નામના નિવાસસ્થાનને અભડાવ્યું.


હે ઈશ્વર, વિધર્મીઓએ તમારા વારસાસમ દેશ પર ચડાઈ કરી છે; તેમણે તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેમણે યરુશાલેમ નગરને ખંડેર બનાવી દીધું છે.


હે સેનાધિપતિ પ્રભુ, તમારું નિવાસસ્થાન કેવું રમણીય છે.


હે સેનાધિપતિ પ્રભુ, મારા રાજા અને મારા ઈશ્વર, ચકલીને પોતાનું ઘર મળ્યું છે, અરે, અબાબીલને પોતાનાં બચ્ચાં મૂકવાનો માળો મળ્યો છે; એટલે, અમારાં જેવાને તમારી વેદીઓનો આશ્રય મળ્યો છે.


સન્માન અને મહિમા તેમની સંમુખ છે; સામર્થ્ય અને ગૌરવ તેમના પવિત્રસ્થાનમાં છે.


“પણ તમે જેઓ મારો ત્યાગ કરીને તથા મારા પવિત્ર પર્વત સિયોનને વીસરી જઈને ભાગ્યદેવતા ગાદને નૈવેદ્ય ધરીને તથા નિયતિ દેવતા મેનીને માટે મિશ્ર દ્રાક્ષાસવના પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો તેમને માટે તો હું આમ કરીશ.


તેથી પ્રભુ, હું તમારા કોપથી ભરપૂર છું અને એને શમાવી રાખીને હું ત્રાસી ગયો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “તો પછી મારો કોપ શેરીમાં રમતાં બાળકો પર અને યુવાનોનાં ટોળાંઓ પર ઉતાર. પતિપત્ની, અબાલવૃદ્ધ સૌ તેનો ભોગ બનશે.


તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ.


મોત આપણી બારીઓમાંથી આવી ચઢયું છે. તેણે આપણા કિલ્લાઓમાં પ્રવેશ કર્યો છે અને તેણે શેરીઓમાં બાળકોને અને ચોકમાં યુવાનોનો સંહાર કર્યો છે.


તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે.


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે.


હું તારા પર ક્રોધે ભરાયો છું. તેથી તેઓ તારા પ્રત્યે રોષપૂર્ણ વ્યવહાર કરશે. તેઓ તારાં નાકકાન કાપી લેશે, તારા સૈનિકોની કત્લેઆમ થશે. તેઓ તારાં પુત્રપુત્રીઓને તારી પાસેથી લઈ લેશે અને તેમને જીવતાં જ સળગાવી દેશે.


ટોળું ભલે તેમના પર પથ્થરમારો કરે, તેમના પર તલવારથી હુમલો કરે, તેમનાં બાળકોને મારી નાખે અને તેમનાં ઘરોને સળગાવી મૂકે.


“હે મનુષ્યપુત્ર, હું તારી પ્રિયતમાને એક સપાટે છીનવી લેનાર છું. તોપણ તારે શોક કે વિલાપ કરવાનો નથી કે આંસુ સારવાનાં નથી.


તેથી મેં તેમને કહ્યું, “મને પ્રભુનો સંદેશ મળ્યો છે અને તેમણે મને કહ્યું છે કે,


ત્યારે હઝકિયેલે જેમ કર્યું છે તેમ તમે પણ કરશો. તમે તમારાં મોં ઢાંકશો નહિ કે શોક ભોજનમાંથી ખાશો નહિ.


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જે મજબૂત મંદિર માટે તેઓ ગર્વ લે છે, જે તેમની આંખોને પ્રિય છે અને જેની મુલાકાત માટે તેઓ ઝંખે છે તે હું તેમની પાસેથી લઈ જઈશ. હું તેમનાં પુત્રપુત્રીઓને પણ છીનવી લઈશ.


હું આખા દેશને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ. જેનો તેમને ઘમંડ હતો તે દેશની સમૃદ્ધિનો અંત આવશે અને ઇઝરાયલના પહાડો એવા તો વેરાન થઇ જશે કે ત્યાંથી કોઇ પસાર થઇ શકશે નહિ.


હું અધમમાં અધમ પ્રજાઓને લાવીશ, અને તેઓ તેમનાં ઘરો પચાવી પાડશે. હું બળવાનોનો ગર્વ ઉતારી પાડીશ અને હું તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરાવીશ.


ઈશ્વરે તેમને કહ્યું, “પહેલાં મંદિરનાં પ્રાંગણને લાશોથી ભરી દઇ મંદિરને ભ્રષ્ટ કરો; તે પછી બહાર જાઓ.” પછી તેમણે ત્યાંથી નગરમાં નીકળીને ક્તલ ચલાવી.


તેના કેટલાક સૈનિકો પવિત્ર મંદિરને તથા કિલ્લાને ભ્રષ્ટ કરશે. અને અત્યંત ધૃણાજનક વસ્તુની ત્યાં સ્થાપના કરશે.


એફ્રાઇમના લોકો તો સુકાઈ ગયેલા મૂળવાળા ફળહીન છોડ જેવા છે. તેમને બાળકો નથી અને કદાપિ તેમને બાળકો થાય તો તેમનાં પ્રિય બાળકોનો હું સંહાર કરીશ.”


હું તમારા બળનું અભિમાન તોડી પાડીશ. આકાશ જાણે તાંબા જેવું બની જશે કે બિલકુલ વરસાદ વરસશે નહિ અને જમીન લોખંડ જેવી સૂકીભઠ્ઠ થઈ જશે.


એવું કરનારાઓને પ્રભુ ઇઝરાયલના સમાજમાંથી દૂર કરો અને સર્વસમર્થ પ્રભુને આપણી પ્રજા જે બલિદાનો ચઢાવે છે તેમાં તેમને ક્યારેય ભાગીદાર થવા ન દો.


Lean sinn:

Sanasan


Sanasan