Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:17 - પવિત્ર બાઇબલ C.L.

17 ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 નિસાસા નાખજે, પણ મૂંગો રહીને, મૂએલાને માટે શોક ન કરતો, માથે તારો ફેંટો બાંધ, પગે તારાં પગરખાં પહેર, તારા હોઠો ઢાંકતો નહિ, ને [મરેલા] માણસની રોટલી ખાતો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તારા ડૂસકાં સંભળાવા જોઇએ નહિ, તારા ઉત્તમ સાફા અને ઉત્તમ પગરખા તું પહેરજે, તારા હોઠને તું ઢાકતો નહિ કે તું શોકની રોટલી ખાતો નહિ કે શોકના રીતરિવાજો પાળતો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:17
18 Iomraidhean Croise  

દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.


પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ.


હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે.


ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો.


પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે.


સવારે તો હું લોકો સાથે એ વાત કરતો હતો, ને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. પ્રભુએ મને કહ્યું હતું તે પ્રમાણે મેં બીજે દિવસે સવારે કર્યું.


તેમણે માથે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની પાઘડી બાંધવી, કમરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની ઈજારો પહેરવી. તેમણે પરસેવો થાય એવું કશું કમરે વીંટાળવું નહિ.


પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ.


ત્યાર પછી મોશેએ આરોન અને તેના પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “તમારા વાળ પીંખી નાખીને કે વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કરશો નહિ. તમે એમ કરશો તો તમે માર્યા જશો અને પ્રભુ સમગ્ર ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. છતાં પ્રભુના અગ્નિએ પ્રગટીને નીપજાવેલા આ મોત માટે તમારા ઇઝરાયલી ભાઈઓ ભલે શોક કરે.


રક્તપિત્તિયાએ ફાટેલાં કપડાં પહેરવાં, વાળ ઓળાવવા નહિ, હોઠ સુધીનો ચહેરો ઢાંકી રાખવો અને પોકારવું “અશુદ્ધ છું, હું અશુદ્ધ છું”


“પ્રમુખ યજ્ઞકારના શિર પર અભિષેકનું તેલ રેડાયેલું છે અને તે યજ્ઞકારનો પોષક પહેરવા માટે સમર્પિત કરાયેલો છે. તેથી તેણે પોતાના વાળ છૂટા રાખવા નહિ કે વસ્ત્ર ફાડીને શોક પ્રદર્શિત કરવો નહિ.


તે દિવસે મહેલનાં ગીતોને સ્થાને રોકકળ થઈ રહેશે. સર્વત્ર મૃતદેહોના ઢગ થશે, તેઓ મૃતદેહોને ચુપકીદીથી બહાર ફેંકી દેશે.”


સંદર્શકો લજ્જિત થશે અને જોશ જોનારાની ફજેતી થશે. તેમણે શરમથી પોતાનું મોં સંતાડવું પડશે. કારણ, ઈશ્વર તરફથી તેમને કંઈ જવાબ મળશે નહિ.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


ઈસુ અધિકારીના ઘરમાં ગયા. તેમણે શોકીત ગાનારાઓને અને રોકકળ કરતા લોકોને જોયા,


Lean sinn:

Sanasan


Sanasan