Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “હે મનુષ્યપુત્ર, હું તારી પ્રિયતમાને એક સપાટે છીનવી લેનાર છું. તોપણ તારે શોક કે વિલાપ કરવાનો નથી કે આંસુ સારવાનાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 “હે મનુષ્યપુત્ર, જો, જે તારી આંખોને પ્રિય છે તે હું એકે સપાટે તારી પાસેથી લઈ લઉ છું; તોપણ તારે શોક કે વિલાપ કરવો નહિ, અને તારે આંસુઓ પાડવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 “હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:16
17 Iomraidhean Croise  

“આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.


જોજે, સમૃદ્ધિ તને ફોસલાવીને ભટકાવી ન દે, અને લાંચ તને લલચાવીને ભ્રષ્ટ બનાવી ન દે.


તારી પરિણીતા તને હરણી જેવી રૂપાળી અને મૃગલી જેવી નમણી લાગો; તેનાં સ્તનોથી તું સદા સંતોષ પામ, અને તેના પ્રેમમાં તું હંમેશા મસ્ત રહે.


હું મારા પ્રીતમની છું, તેની મરજી મારા ભણી વળેલી છે.


પણ જો તમે સાંભળશો જ નહિ, તો તમારા અહંકારને લીધે મારો જીવ ગુપ્તમાં ઝૂરશે, હું ઊંડાં ડૂસકાં ભરતો રહીશ, અને મારી આંખો ચોધાર આંસુએ રડશે; કારણ, પ્રભુના લોકને બંદી બનાવીને લઈ જવાશે.


વળી, પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “જે ઘરમાં શોક કરાતો હોય તેમાં પ્રવેશ કરીશ નહિ. તેમના રુદનમાં ભાગ લઈશ નહિ કે સાંત્વન આપીશ નહિ. કારણ, મેં આ લોકો પરથી મારી શાંતિ, મારો અવિચળ પ્રેમ અને મારી કરુણા લઈ લીધાં છે.


હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ.


તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ.


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


લોકોએ કહ્યું, “તેઓ ઉતાવળથી આવે અને અમારે માટે શોકગીત ગાય, જેથી અમારી આંખો ચોધાર આંસુએ રડે, અને અમારાં પોપચાંમાંથી આંસુ ઊભરાય.”


ઓ યરુશાલેમ, તારા કોટ પ્રભુને પોકારી ઊઠો! તારાં આંસુ નદીની જેમ રાતદિવસ વહ્યા કરો! તું હમેશાં રુદન અને શોક કરતી રહે.


વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો,


સવારે તો હું લોકો સાથે એ વાત કરતો હતો, ને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. પ્રભુએ મને કહ્યું હતું તે પ્રમાણે મેં બીજે દિવસે સવારે કર્યું.


લગ્નસંબંધને લીધે સગપણમાં આવેલાં સગાંનાં મૃત્યુ વખતે શબને સ્પર્શીને તેણે પોતાને અશુદ્ધ કરવો નહિ.


ભાઈઓ, મૃત્યુ પામેલાંઓ વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી. જેમને કંઈ આશા નથી તેમની માફક તમે દુ:ખી થાઓ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan