Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:48 - પવિત્ર બાઇબલ C.L.

48 એ રીતે હું આખા દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી બધી સ્ત્રીઓને તેમની જેમ વ્યભિચાર ન કરવાની ચેતવણી મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 એવી રીતે હું દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી સર્વ સ્ત્રીઓને તમારી લંપટતાનું અનુકરણ ન કરવાની શિખામણ મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 હું દેશમાંથી શરમજનક કાર્યોનો અંત લાવીશ. જેથી બધી સ્ત્રીઓ શિસ્તમાં રહે અને તેઓ ગણિકાનું કાર્ય કરે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 આમ, સમગ્ર દેશમાંથી હું કામાચારનો અંત લાવીશ અને તમને બે બહેનોને જોઇને બધી સ્ત્રીઓ ચેતશે અને તમારી જેમ વ્યભિચાર નહિ કરે. કારણ કે વ્યભિચારનું અનુકરણ ન કરવાની શિખામણ તેમને મળશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:48
15 Iomraidhean Croise  

રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે.


તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ.


હું તમને અન્ય પ્રજાઓમાં અને વિવિધ દેશોમાં વિખેરી નાખીશ અને તમારા ભૂંડાં કામોનો અંત આણીશ.


હું તારી કામવાસનાનો અને ઇજિપ્તથી આદરેલી તારી લંપટતાનો અંત આણીશ. તું હવે મૂર્તિઓ પર તારી દષ્ટિ નાખશે નહિ અને કદી ઇજિપ્તનું સ્મરણ કરશે નહિ.”


ટોળું ભલે તેમના પર પથ્થરમારો કરે, તેમના પર તલવારથી હુમલો કરે, તેમનાં બાળકોને મારી નાખે અને તેમનાં ઘરોને સળગાવી મૂકે.


હું તમે બન્‍ને બહેનોને તમારી લંપટતા અને મૂર્તિપૂજાના પાપની સજા કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.”


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


તમારા વસવાટનાં બધાં નગરો ઉજ્જડ કરી મુકાશે, તમારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો ખંડિયેર બનાવવામાં આવશે, તમારી યજ્ઞવેદીઓ ભાંગી નખાશે, તમારી મૂર્તિઓ તોડી નાખવામાં આવશે. તમારી ધૂપવેદીઓના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે, તમારા હાથની બધી કૃતિઓની હસ્તી મિટાવી દેવાશે.


સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


ત્યારે સમસ્ત ઇઝરાયલી લોકો એ વિષે સાંભળીને ભય પામશે, અને તમારી મધ્યે કોઈ એવી દુષ્ટતા ફરીવાર કરશે નહિ.


“તમારા ઈશ્વર પ્રભુ તમને વસવાટને માટે જે નગરો આપે, તેમાંના કોઈ નગર વિષે તમારા સાંભળવામાં આવે કે,


ઈશ્વરે સદોમ ને ગમોરા શહેરને દોષિત ઠરાવીને તેમનો અગ્નિથી નાશ કર્યો અને નાસ્તિકોની કેવી દશા થશે તેના ઉદાહરણરૂપ તેમને બનાવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan