Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ ઇજિપ્તમાં હતી ત્યારે તેમની યુવાવસ્થામાં જ તેઓ વેશ્યાગીરી કરવા લાગી. ત્યાં જ તેમનાં સ્તનનું મર્દન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓએ મિસરમાં વ્યભિચાર કર્યો; તેઓએ પોતાની યુવાવસ્થામાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓનાં સ્તન દાબવામાં આવ્યાં. ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલાઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓએ મિસરમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો. તેઓએ ત્યાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓના સ્તન દાબવામાં આવ્યા, અને ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલાઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓ યુવાન હતી ત્યારે મિસરમાં રહેતી હતી જે વારાંગના બની ગઇ હતી, ત્યાં જ તેમને ચુંબન, આલિંગન અને સ્તનોના મર્દનનો અનુભવ થઇ ચૂક્યો હતો અને તેમનું કૌમાર્ય હરાઇ ચૂક્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:3
17 Iomraidhean Croise  

તેની દષ્ટિમાં એ અનીતિનાં કામો જાણે કંઈ જ હોય ન તેમ તેણે પથ્થર તથા લાકડાની પૂજા કરીને વ્યભિચાર કર્યો અને દેશને ભ્રષ્ટ કર્યો.


પણ તેં તારા સૌંદર્યનો અને કીર્તિનો ગર્વ કર્યો. તું વેશ્યા બની ગઇ અને જતાં આવતાં દરેક સાથે વ્યભિચાર કરવા લાગી.


તારાં આ ધિક્કારપાત્ર કૃત્યો અને વ્યભિચાર કરતી વખતે તને કદી તારું બાળપણ યાદ ન આવ્યું કે, જ્યારે તું નાગી ઉઘાડી તારા પોતાના લોહીમાં આળોટતી હતી.”


મેં તેમને કહ્યું હતું કે, તમે જેમનું ધ્યાન ધર્યું છે એ ધિક્કારપાત્ર મૂર્તિઓને ફેંકી દો ને ઇજિપ્તની મૂર્તિઓથી પોતાને અશુદ્ધ ન કરો, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


પણ તેઓ મારી સામે થયા અને તેમણે મારી વાણી સાંભળવાનો ઇનકાર કર્યો. પોતે જેનું ધ્યાન ધરતા હતા એવી ધિક્કારપાત્ર મૂર્તિઓ ન તો તેમણે ફેંકી દીધી કે ન તો ઇજિપ્તની મૂર્તિઓનો ત્યાગ કર્યો. ત્યારે મેં વિચાર્યું કે હું ઇજિપ્તમાં જ તેમના પર મારો રોષ શમાવીશ.


તોપણ ઇજિપ્ત દેશમાં પોતાની યૌવનાવસ્થા દરમ્યાન આદરેલી વૈશ્યાગીરીને સંભારીને તે વિશેષ વ્યભિચાર કરતી રહી.


એમ, તારી યૌવનાવસ્થામાં ઇજિપ્તના પુરુષોએ તારું કૌમાર્ય હરી લીધું હતું તે વખતની તારી લંપટતાનું તેં પુનરાવર્તન કર્યું.


તું એ પ્યાલો છેલ્લા ટીપાં સુધી ગટગટાવી જશે અને તેના ભાગેલા કટકાથી તારી છાતી ચીરી નંખાશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.


મોટીનું નામ ઓહોલા હતું; જે સમરૂન નગર સૂચવે છે અને નાનીનું નામ ઓહલીબા હતું; જે યરુશાલેમ સૂચવે છે.


મને થયું કે આ લોકો તો વેશ્યાગીરીમાં ક્ષીણ થઈ ગયેલી વેશ્યા સાથે પણ વ્યભિચાર કરશે; કારણ, છેવટે તો તે વેશ્યા જ છે.


તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ.


પ્રભુ ઇઝરાયલ સાથે હોશિયા દ્વારા સૌ પ્રથમ બોલ્યા ત્યારે તેમણે તેને કહ્યું, “જા, એક સ્ત્રી સાથે લગ્ન કર; તે સ્ત્રી તને બેવફા નીવડશે અને તેને વ્યભિચારનાં સંતાન થશે. કારણ, એક વ્યભિચારિણીની જેમ મારા લોકોએ બેવફાઈથી મારો ત્યાગ કર્યો છે.”


હું તેને તેની દ્રાક્ષવાડીઓ પાછી આપીશ અને ‘વિપત્તિની ખીણ’ને આશાનું દ્વાર બનાવી દઈશ. તેની યુવાવસ્થામાં એટલે કે તે ઇજિપ્તમાંથી નીકળી આવી તે દિવસોમાં તેનો જેવો હતો તેવો જ પ્રતિભાવ તે મારા પ્રત્યે દાખવશે.


ઇઝરાયલીઓએ હવેથી ખુલ્લા પ્રદેશમાં અન્ય દેવતાઓને યજ્ઞો ચડાવી પ્રભુ પ્રત્યે બેવફા બનવું નહિ. ઇઝરાયલ લોકોએ આ કાયમી નિયમ વંશપરંપરા પાળવાનો છે.


“(ઇજિપ્ત દેશમાં આપણે કેવી હાલતમાં રહેતા હતા અને બીજી પ્રજાઓની હદમાં થઈને કેવી મુશ્કેલીથી પસાર થયા તેની તમને ખબર છે.


પછી યહોશુઆએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતાં કહ્યું. “તો હવે યાહવેને માન આપો અને નિખાલસપણે અને નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરો. મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં તમારા પૂર્વજો જે અન્ય દેવોની પૂજા કરતા હતા તેમનો ત્યાગ કરો અને માત્ર યાહવેની જ સેવાભક્તિ કરો.


તેમનાં શબ મહાનગરની ગલીઓમાં રઝળશે, એ મહાનગરમાં પ્રભુ ક્રૂસે જડાયા હતા. તેનું સાંકેતિક નામ ‘સદોમ’ અથવા ‘ઇજિપ્ત’ છે.


Lean sinn:

Sanasan


Sanasan