Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેણે ભીંત પર સિંદૂરથી ચીતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીંત પર ચીતરેલા માણસોની, એટલે ખાલદીઓની, સિંદૂરથી ચીતરેલી છબીઓ જોઈ કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેણે પોતાની વ્યભિચારનું કામ વધારી. તેણે દીવાલ પર કોતરેલા માણસો, એટલે લાલ રંગથી કોતરેલી ખાલદીઓની પ્રતિમા જોઈ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “તેણે વધુને વધુ વ્યભિચાર કર્યો કારણ કે તેણે ભીત ઉપર સિંદૂરથી ચિતરેલા બાબિલના અમલદારોના ચિત્રો જોયાં.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:14
9 Iomraidhean Croise  

બેલદેવ નમી પડયો છે, નબોદેવ ઝૂકી પડયો છે. તેમની મૂર્તિઓ ભારવાહક ગધેડાં પર લાદવામાં આવી છે. એકવાર બેબિલોનીઓ તેમને સરઘસમાં ઊંચકીને ફેરવતા હતા, પણ અત્યારે તો તેઓ થાકેલાં પ્રાણીઓને ભારરૂપ થઈ પડી છે.


તે કહે છે, ‘હું મારે માટે ભવ્ય મહેલ બાંધીશ. તેમાં ઉપલે માળે ઉજાસવાળા મોટા મોટા ઓરડા હશે.’ તેથી તે મોટી મોટી બારીઓ મૂકાવે છે, અને તેની છત પર ગંધતરુના ક્ષ્ટનાં પાટિયાં જડે છે અને તેને સિંદુરના ચળક્તા લાલ રંગથી રંગાવે છે.


“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.


તેં વેપારીઓના દેશ બેબિલોનના રહેવાસીઓ સાથે પણ વ્યભિચાર કર્યો, છતાં તું ધરાઇ નહિ.”


મેં જોયું કે તે સાવ ભ્રષ્ટ ચારિયની હતી. વાસ્તવમાં બન્‍ને બહેનોએ એક જ માર્ગ અપનાવ્યો હતો. પણ ઓહલીબા તેની વેશ્યાવૃત્તિમાં એથીય આગળ વધી ગઈ,


તેમની કમરે કમરબંધ હતાં અને તેમણે માથે રંગિત સાફા બાંધેલા હતા. તેઓ ખાલદી દેશના રાજવંશી બેબિલોની પુરુષો જેવા દેખાતા હતા.


હું સર્વ બેબિલોનવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદ, શોઆ અને કોઆના વતનીઓને અને તેમની સાથે સર્વ આશ્શૂરીઓને લાવીશ. વળી, સુંદર જુવાનો, રાજ્યપાલો, સેનાનાયકો, અમલદારો અને ઘોડેસવારોને લઈ આવીશ.


તેથી હું અંદર ગયો અને જોયું તો ચારેય બાજુ દીવાલો પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓનાં, અન્ય અશુદ્ધ પશુઓનાં અને ઇઝરાયલીઓની સર્વ મૂર્તિઓનાં ચિત્રો કોતરેલાં હતાં.


દુશ્મનના સૈનિકોએ કિરમજી ગણવેશ ધારણ કર્યો છે, અને તેમની પાસે લાલ ઢાલો છે. તેઓ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે! તેમના રથ અગ્નિની જેમ ઝગારા મારે છે. તેમના ઘોડા આગળ વધવા અધીરા બન્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan