Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:30 - પવિત્ર બાઇબલ C.L.

30 મેં તેમના એક એવા માણસની શોધ કરી છે જે કોટને બાંધે અને દેશને બચાવવા કોટમાં પડેલાં ગાબડામાં ઊભો રહે અને મારા કોપમાં દેશનો વિનાશ કરતા મને રોકે. પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 મેં એવો માણસ શોધ્યો છે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે બાકોરામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા રોકે, પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 “મેં તેમનામાં એવો માણસ શોધવાનો પ્રયત્ન કર્યો જે દિવાલ બાંધી શકે, જે દિવાલમાં પડેલાં ગાબડા પાસે ઊભો રહી મારાથી દેશનું રક્ષણ કરે – જે તેનો નાશ કરવા માટે તૈયાર હોય, પણ હું એવા કોઇને પણ શોધી ન શક્યો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:30
13 Iomraidhean Croise  

પ્રભુએ ઇઝરાયલની કરુણ દશા જોઈ અને તેમની મદદ કરવા માટે કોઈ પુરુષ નહોતો;


તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે.


તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો.


આ દુષ્ટોની સામે કોણે મારો પક્ષ લીધો? મારે માટે આ ભ્રષ્ટાચારીઓનો કોણે વિરોધ કર્યો?


વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો.


મેં નજર ફેરવીને જોયું તો મને કોઈ સાથ આપે એવું નહોતું. મને કોઈ ટેકો આપનાર નથી એ જોઈને મને આશ્ર્વર્ય થયું. તેથી મેં મારા બાહુબળથી અને મારા શૌર્યથી મારે માટે વિજય હાંસલ કર્યો.


છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, યરુશાલેમની શેરીઓમાં ફરી વળો, ચારે બાજુ જુઓ અને જાતે જ તપાસ કરો, તેના ચૌટેચકલે શોધ કરો. પ્રામાણિક અને સત્યનિષ્ઠ એવો એક માણસ હોય તો તેને લીધે હું યરુશાલેમને માફ કરીશ.


જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે.


પ્રભુને દિવસે ઇઝરાયલીઓ યુદ્ધમાં ટકી શકે તે માટે કોટમાં પડેલાં ગાબડાં પૂરવા તે ત્યાં ગયા નથી.


Lean sinn:

Sanasan


Sanasan