Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:12 - પવિત્ર બાઇબલ C.L.

12 કેટલાક માણસો લાંચ લઇને હત્યા કરે છે, કેટલાક નફો મેળવવા વ્યાજખોરી કરે છે, તો કેટલાકે પડોશીનું બળજબરીથી શોષણ કરીને લાભ મેળવ્યો છે. તેઓ સૌ મને વીસરી ગયા છે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયો છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તારે ત્યાં લોકો પૈસા લઇને ખૂન કરે છે, પોતાના ઇસ્રાએલી ભાઇઓને ધીરેલા નાણા ઉપર વ્યાજ લે છે અને નફા માટે તેમની પાસે વધારે ભાવ પડાવે છે, મને તો તું ભૂલી જ ગઇ છે.’ આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:12
40 Iomraidhean Croise  

થોડા સમય બાદ લોકોમાંથી ઘણા સ્ત્રીપુરુષો પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા.


અને મેં પગલાં ભરવાનો મનમાં નિર્ધાર કર્યો. મેં લોકોના આગેવાનો અને અધિકારીઓને ધમકાવી નાખ્યા અને તેમને કહ્યું, “તમે તમારા જ ભાઈઓ પર અત્યાચાર કરો છો!” એ પ્રશ્ર્નના નિરાકરણ માટે મેં જાહેર સભા બોલાવી. પછી મેં કહ્યું,


તેઓ ઇજિપ્તમાં તેમને માટે મહાન કાર્યો કરનાર તેમના ઉદ્ધારર્ક્તા ઈશ્વરને વીસરી ગયા.


જે વ્યાજખોરી માટે જ નાણાં ઉછીનાં આપતો નથી, અને જે લાંચ લઈને નિર્દોષ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવા લલચાતો નથી, એવાં કાર્યો કરનાર મનુષ્ય કદી ડગશે નહિ.


લૂંટ કરનારાઓનો આખરી અંજામ એ જ હોય છે, જુલમ કરી જીવનારા જુલમનો જ ભોગ બને છે.


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો.


તેઓ ખાઉધરા કૂતરા જેવા છે અને કદી ધરાતા નથી. લોકપાલકોમાં ય કંઈ સમજણ નથી. તેઓ સૌ પોતાનો સ્વાર્થ સાધવાના રસ્તા અપનાવે છે.


શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!


(ટેકરીઓની ટોચે અવાજ સંભળાય છે. ઇઝરાયલના લોકો રુદનસહિત આજીજી કરે છે. કારણ, તેમણે ભ્રષ્ટ આચરણ કર્યું છે અને પોતાના ઈશ્વર પ્રભુને વીસરી ગયા છે.)


કારણ, નાનામોટા સૌ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે!


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.


વ્યાજ કે વટાવ ખાતો ન હોય, દુરાચાર કરતો ન હોય, અને વાદીપ્રતિવાદી વચ્ચે સચોટ ન્યાય ચૂકવતો હોય,


વળી, હું પ્રભુ પરમેશ્વર કહું છું કે મને વીસરી જઈને તેં મારા તરફ તારી પીઠ ફેરવી દીધી છે, તેથી તારે તારી લંપટતા અને વ્યભિચારનાં ફળ ભોગવવાં પડશે.”


મારા ઇઝરાયલી લોકોને ફરી તમારા પર હરતાફરતા કરીશ. તેઓ તમારા માલિક થશે અને તમે તેમની વારસાઇ સંપત્તિ બનશો. હવે પછી કદી તમે તેમને નિ:સંતાન કરશો નહિ.”


“કોઈનું શોષણ કરવું નહિ કે તેને લૂંટી લેવો નહિ. મજૂરની મજૂરી એક રાત સુધી પણ બાકી રાખવી નહિ.


તેને આપેલા પૈસા પર કંઈ વ્યાજ ન લો અને તેને આપેલા અનાજ પર કોઈ નફો ન લેવો.


હે કંગાળોને કચડનારા અને ગરીબોનું નિકંદન કાઢી નાખવામાં તત્પર એવા લોકો, તમે ધ્યનથી સાંભળો.


હલકા પ્રકારના ઘઉં ઊંચી કિંમતે વેચીશું. એક જોડ ચંપલની કિંમત જેટલા દેવા માટે ગરીબને ગુલામ તરીકે ખરીદી લઈશું.”


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે થાળી વાટકાને બહારથી સ્વચ્છ કરો છો. પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલાં છે.


બીજો નાકાદાર હતો. ફરોશીએ ઊભા રહીને પ્રાર્થના કરી, ‘હે ઈશ્વર, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા નાકાદાર જેવો નથી તેથી હું તમારો આભાર માનું છું.


જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.”


“ગુરુજી, અમે શું કરીએ?” તેણે કહ્યું, “ક્યદેસરનું હોય તે કરતાં વધારે ઉઘરાવો નહિ.”


પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ.


ચોર, લોભી, દારૂડિયા, નિંદાખોર કે દુષ્ટો કે એવા બીજા કોઈ ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ,


તેમના ચુકાદાઓમાં તેમણે કાયદાઓનો અવળો અર્થ કરવો નહિ. તેમણે આંખની શરમ રાખી પક્ષપાત ન કરવો. તેમણે લાંચ ન લેવી. કારણ, લાંચ જ્ઞાની અને પ્રામાણિક માણસોની આંખોને પણ આંધળી કરે છે અને તેમને જૂઠા ચુકાદાઓ આપવા પ્રેરે છે.


“તમે તમારા સાથી ઇઝરાયલીને નાણાં ધીરો ત્યારે વ્યાજ લેશો નહિ. તમારે તેમની પાસેથી નાણાંનું, અનાજનું કે ધીરેલી બીજી કોઈ વસ્તુનું વ્યાજ લેવું નહિ.


‘નિર્દોષજનની હત્યા કરવા લાંચ લેનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


તમને પેદા કરનાર ખડક્સમા ઈશ્વરની તમે ઉપેક્ષા કરી, અને તમારા જન્મદાતા ઈશ્વરને વીસરી ગયા.


દારૂડિયો કે મારપીટ કરનાર નહિ, પણ નમ્ર અને શાંતિપ્રિય હોવો જોઈએ. તે દ્રવ્યલોભી હોવો જોઈએ નહિ.


તેઓ કાઈનને માર્ગે ચાલે છે, પૈસાને માટે બલઆમના જેવી ભૂલમાં પડે છે, કોરાહની માફક બળવો કરે છે અને વિનાશ વહોરી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan