Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 21:9 - પવિત્ર બાઇબલ C.L.

9 “હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. લોકોને કહે કે પ્રભુ આમ કહે છે: તલવાર સરાણે ચડાવેલી અને ચકચકિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 “હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખીને કહે કે, યહોવા કહે છે કે તરવાર તરવાર, તેને સરાણે ચઢાવેલી છે તથા ઓપ દીધેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે, પ્રભુ આમ કહે છે, હે તલવાર, હે તલવાર, હા, તને ધારદાર તથા ચમકતી બનાવવામાં આવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “‘તરવાર! હા, તેને ધારદાર અને ચમકતી બનાવવામાં આવી છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 21:9
17 Iomraidhean Croise  

તેની પીઠમાંથી બાણ આરપાર નીકળી જશે, એની તેજદાર અણી તેના પિત્તાશયને વીંધીને બહાર આવશે; ત્યારે તેના પર આતંક છવાઈ જશે.


એ બધું એકનું એક છે, તેથી હું બોલી ઊઠું છું: ‘ઈશ્વર નિર્દોષ કે અપરાધી સૌનો નાશ કરે છે!’


તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.


વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી.


જો તેઓ એમ પૂછે કે ‘અમારે ક્યાં જવાનું છે?’ તો તેમને કહેજે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેઓ રોગચાળાથી મરવાના છે તેઓ રોગચાળા તરફ જશે, જેઓ યુદ્ધમાં મરવાના છે તેઓ યુદ્ધ તરફ જશે, જેઓ દુકાળમાં મરવાના છે તેઓ દુકાળ તરફ જશે, અને જેઓ દેશનિકાલ માટે નિર્માણ થયા છે તેઓ દેશનિકાલ થશે.


ઘોડા પર સાજસામાન લગાવો; હે ઘોડેસ્વારો, ઘોડાઓ પર સવાર થાઓ! ટોપ પહેરીને ક્તારબદ્ધ ઊભા રહો, તમારા ભાલાની ધાર તીક્ષ્ણ બનાવો; બખ્તર ધારણ કરો!”


પણ તે કેવી રીતે ઝંપે? કારણ, મેં પ્રભુએ જ એ તલવારને આજ્ઞા આપી છે, મેં જ તેને આશ્કલોન નગરમાં અને દરિયાકિનારે વસતા લોકોનો સંહાર કરવા આદેશ આપ્યો છે.


મેં તેમના શહેરના સર્વ પ્રવેશદ્વાર પર વીજળીની જેમ ઝબકારા મારતી અને સંહાર કરવાને તડપતી એવી તલવાર મૂકી છે; જેને જોઇને મારા લોકોનાં હૈયાં થરથર કાંપે છે અને તેઓ લથડિયાં ખાવા માંડે છે.


“હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર કે ઇઝરાયલનું અપમાન કરતાં આમ્મોનીઓ વિષે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તલવાર સંહાર માટે તાણેલી છે. સંહાર કરવા માટે તે વીજળીની જેમ ચમકે માટે તેને ઓપ આપવામાં આવ્યો છે.


ઇઝરાયલ દેશને ચેતવણી આપ કે પ્રભુ આમ કહે છે: હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી કાઢીશ ને તારામાંના સૌનો સંહાર કરીશ.


હું મ્યાનમાંથી મારી તલવાર કાઢીશ અને દક્ષિણથી ઉત્તર સુધી સદાચારી કે દુરાચારી સૌ કોઇ મારી તલવારનો ભોગ થઇ પડશે.


પ્રભુનો સંદેશ મને મળ્યો,


જો તેમના શત્રુઓ તેમને ગુલામગીરીમાં લઈ જાય તો ત્યાં પણ હું તેમને મારી નાખવાનો હુકમ આપીશ. મેં તેમને સહાય કરવા નહિ, પણ તેમનો વિનાશ કરવા માટે દઢ સંકલ્પ કર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan