Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 21:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે સર્વ માણસો જાણશે કે મેં પ્રભુએ મારી તલવાર તાણી છે અને હું તે કદી પાછી મ્યાન કરવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને સર્વ માણસો જાણશે કે મેં યહોવાએ મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢી છે; તે કદી પાછી પેસશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે સર્વ માણસો જાણશે કે મેં યહોવાહે મ્યાનમાંથી મારી તલવાર ખેંચી છે. તે કદી પાછી જશે નહિ!’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 21:5
14 Iomraidhean Croise  

મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે.


મારા મુખમાંથી ઉચ્ચારાયેલો સંદેશ પણ તેવો જ છે. મેં જે ઇચ્છયું છે તે પૂર્ણ કર્યા વિના અને જે હેતુ માટે મેં તેને મોકલ્યો છે તે સિદ્ધ કર્યા વિના તે મારી પાસે નિરર્થક પાછો વળશે નહિ.


પ્રભુના મનસૂબા પાર ન પડે ત્યાં સુધી પ્રભુનો કોપ શાંત પડશે નહિ. આવનાર દિવસોમાં તમને આ વાત બરાબર સમજાશે:


પછી પ્રભુએ મને કહ્યું, “તું તેમને આમ કહે: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારા પર યુદ્ધ મોકલું છું; તેથી તમે ચકચૂર બનો ત્યાં સુધી પીઓ, અને પછી વમન કરો! પછી એવા પડો કે ફરીથી ઊભા ન થઈ શકો!


“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓ સમક્ષ એક ઉખાણું રજૂ કર અને તેમની સાથે રૂપક વાપરીને વાત કર.


બધા માણસો જોશે કે મેં, પ્રભુએ તે આગ લગાડી છે અને તે કોઈથીય બુઝાવી શકાય તેવી નથી.”


તલવાર મ્યાન કરો; જે ભૂમિમાં તમે જનમ્યાં, જે સ્થળમાં તમારું સર્જન થયું ત્યાં હું તમારો ન્યાય કરીશ.


“હે મનુષ્યપુત્ર, તારું હૃદય ભાંગી પડયું હોય તેમ દુ:ખથી નિસાસા નાખ. તું લોકોનાં દેખતાં દુ:ખના ઊંહકારા ભર.


તમે પ્રભુની વિરુદ્ધ તરકટ રચો છો? તે તમારો નાશ કરી નાખશે. કોઈ તેમનો એકથી વધુ વખત વિરોધ કરી શકતું નથી.


હું મારો હાથ આકાશ તરફ ઉઠાવીને મારા જીવના શપથ લઈને કહું છું કે,


એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ.


Lean sinn:

Sanasan


Sanasan