હઝકિયેલ 21:23 - પવિત્ર બાઇબલ C.L.23 પોતે કરેલ સંધિઓના કારણે યરુશાલેમના રહેવાસીઓને આ બધું જૂઠા શકુન જેવું લાગશે, પણ આ આગાહી તેમનાં પાપોનું તેમને સ્મરણ કરાવવા અને તેઓ કેદ પકડાશે તેની ચેતવણી આપવા માટે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 જેઓએ તેમની આગળ સોગન ખાધા છે તેઓની નજરમાં તે શકુન વ્યર્થ જેવા લાગશે; પણ તેઓને સપડાવવા માટે તે [તેમનો] અન્યાય સ્મરણમાં લાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 બાબિલીઓએ યરુશાલેમના સંબંધી સમ ખાધા છે તે તેમની નજરમાં વ્યર્થ શકુન જેવા લાગશે, પણ રાજા તેઓને સપડાવવા સારુ તેઓનો અન્યાય સ્મરણમાં લાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 યરૂશાલેમના લોકોએ સંધિઓ કરી છે એટલે તેઓ આ બધું નહિ માને; પણ એ તો તેમના પાપોની ખબર લેશે; તેઓ દુશ્મનના હાથમાં પડવાના જ છે, પછી તેઓને બંદીવાન તરીકે લઇ જવાશે.” Faic an caibideil |