Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 21:19 - પવિત્ર બાઇબલ C.L.

19 “બેબિલોનના રાજાને પોતાની તલવાર સાથે આવવાના બે માર્ગ અંક્તિ કર. બન્‍ને માર્ગો એક જ દેશમાંથી નીકળતા હોવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં માર્ગદર્શક નિશાની મૂક.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 “હે મનુષ્યપુત્ર, વળી તું પોતે બે માર્ગ મુકરર કર કે, [તે માર્ગે] બાબિલના રાજાની તરવાર આવે. તે બન્ને એક દેશમાંથી નીકળે; અને માર્ગના મથક આગળ [દરેક] નગરમાં જવાના [માર્ગનું] નિશાન મૂક.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 “હવે, હે મનુષ્યપુત્ર, બાબિલના રાજાની તલવાર આવવાને બે માર્ગ ઠરાવ. તે બન્ને એક જ દેશમાંથી નીકળે, માર્ગના મુખ્ય નગરમાં જવાના માર્ગમાં નિશાન મૂક.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “હે મનુષ્યના પુત્ર, બાબિલનો રાજા પોતાની તરવાર સાથે જ્યાં થઇને આવી શકે એવા બે રસ્તા દોર બંને રસ્તા એક જ દેશમાંથી નીકળવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં નિશાન મૂક.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 21:19
9 Iomraidhean Croise  

આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.”


તેથી તો તલવારને વાપરવા ઓપ ચડાવાઇ રહ્યો છે. તેને ધાર ચડાવવામાં આવી રહી છે અને તેને ઓપ અપાઇ રહ્યો છે; જેથી તેને સંહારકના હાથમાં મૂકી શકાય.


મેં તેમના શહેરના સર્વ પ્રવેશદ્વાર પર વીજળીની જેમ ઝબકારા મારતી અને સંહાર કરવાને તડપતી એવી તલવાર મૂકી છે; જેને જોઇને મારા લોકોનાં હૈયાં થરથર કાંપે છે અને તેઓ લથડિયાં ખાવા માંડે છે.


વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો,


તમે મેળવેલા અપ્રામાણિક લાભને લીધે અને તમે ચલાવેલી ખૂનરેજીને લીધે હું ક્રોધિત થઇને મારા હાથ ઉગામીને પ્રહાર કરીશ.


હું સર્વ બેબિલોનવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદ, શોઆ અને કોઆના વતનીઓને અને તેમની સાથે સર્વ આશ્શૂરીઓને લાવીશ. વળી, સુંદર જુવાનો, રાજ્યપાલો, સેનાનાયકો, અમલદારો અને ઘોડેસવારોને લઈ આવીશ.


પ્રભુ પરમેશ્વર કહે છે, “તારો હાથ ઝાટકી નાખ, તારો પગ પછાડ અને નિસાસા નાખ; કારણ, ઇઝરાયલી લોકોએ ધૃણિત દુષ્કર્મો કર્યાં છે. પરિણામે, તેઓ યુદ્ધથી, દુષ્કાળથી અને રોગચાળાથી માર્યા જશે.


Lean sinn:

Sanasan


Sanasan