Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:7 - પવિત્ર બાઇબલ C.L.

7 મેં તેમને કહ્યું હતું કે, તમે જેમનું ધ્યાન ધર્યું છે એ ધિક્કારપાત્ર મૂર્તિઓને ફેંકી દો ને ઇજિપ્તની મૂર્તિઓથી પોતાને અશુદ્ધ ન કરો, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મેં તેઓને કહ્યું, તમ સર્વ તમારી ર્દષ્ટિને જે પ્રિય, [પણ] ધિક્કારપાત્ર વસ્તુઓ છે, તેઓને ફેંકી દો, ને મિસરની મૂર્તિઓથી પોતાને ભ્રષ્ટ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મેં તેઓને કહ્યું, ‘તમે બધા તમારી નજરમાં જે ધિક્કારપાત્ર વસ્તુઓ છે તેઓને તથા મિસરની મૂર્તિઓને ફેંકી દો. તમારી જાતને અશુદ્ધ ન કરો; હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “‘પરંતુ તમે જેના ઉપર મોહી પડ્યા છો તે ત્રાસજનક મૂર્તિઓને તમારામાંના એકેએક જણે ફેંકી દેવી પડશે. મિસરની મૂર્તિઓથી તમારે તમારી જાતને અશુદ્ધ કરવાની નથી, કારણ, “હું યહોવા જ તમારો દેવ છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:7
26 Iomraidhean Croise  

ઓદેદના પુત્ર અઝાર્યાનો સંદેશ સાંભળીને આસાને પ્રોત્સાહન મળ્યું. તેણે યહૂદિયામાંથી, બિન્યામીનમાંથી અને એફ્રાઈમના પહાડી પ્રદેશનાં નગરોમાંથી કબજે કરેલી સઘળી મૂર્તિઓ દૂર કરી. વળી, તેણે પ્રભુના મંદિરના ચોક આગળની પ્રભુની વેદી સમરાવી.


તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


“તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો.


તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;


“પ્રભુ, એટલે મારા સિવાય બીજા કોઈ દેવને અર્પણ ચડાવનારને તમારે મારી નાખવો.


એ સમયે તમે સૌ તમારા પાપી હાથે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને ફેંકી દેશો.


આથી તું ઇઝરાયલી લોકને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પાપથી પાછા ફરો, તમારી ઘૃણિત મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારાં ધિક્કારપાત્ર કૃત્યોથી વિમુખ થાઓ.


એટલે કે, ઇઝરાયલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય, અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, બીજા માણસની પત્ની સાથે વ્યભિચાર કરતો ન હોય,


તમે તમારી આચરેલી બધી ભૂંડાઇનો ત્યાગ કરો અને નવું મન ને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇઝરાયલીઓ, તમે શા માટે મરવા માંગો છો?


અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો ન હોય અને રજ:સ્વલા સ્ત્રી સાથે સમાગમ કરતો ન હોય,


હું પ્રભુ, તમારો ઈશ્વર છું. તમે મારા નિયમો પ્રમાણે વર્તો ને મારા આદેશોનો અમલ કરો.


પણ તેઓ મારી સામે થયા અને તેમણે મારી વાણી સાંભળવાનો ઇનકાર કર્યો. પોતે જેનું ધ્યાન ધરતા હતા એવી ધિક્કારપાત્ર મૂર્તિઓ ન તો તેમણે ફેંકી દીધી કે ન તો ઇજિપ્તની મૂર્તિઓનો ત્યાગ કર્યો. ત્યારે મેં વિચાર્યું કે હું ઇજિપ્તમાં જ તેમના પર મારો રોષ શમાવીશ.


તેઓ ઇજિપ્તમાં હતી ત્યારે તેમની યુવાવસ્થામાં જ તેઓ વેશ્યાગીરી કરવા લાગી. ત્યાં જ તેમનાં સ્તનનું મર્દન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી.


ઓહોલાએ આશ્શૂરના એ બધા સર્વશ્રેષ્ઠ પુરુષો સાથે વેશ્યાગીરી આદરી અને જેમના પર તે મોહી પડી હતી તે સૌની મૂર્તિઓની પૂજા કરીને તેણે પોતાને ભ્રષ્ટ કરી.


તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ.


હું પ્રભુ તેમનો ઈશ્વર થઇશ અને મારા સેવક દાવિદ જેવો રાજા તેમનો શાસક થશે. આ હું, પ્રભુ, બોલ્યો છું.


તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.


હું પ્રભુ, તમારો ઈશ્વર છું. હું પવિત્ર છું, માટે તમારે પણ સમર્પિત થઈને પવિત્ર રહેવું જોઈએ.


ઇઝરાયલીઓએ હવેથી ખુલ્લા પ્રદેશમાં અન્ય દેવતાઓને યજ્ઞો ચડાવી પ્રભુ પ્રત્યે બેવફા બનવું નહિ. ઇઝરાયલ લોકોએ આ કાયમી નિયમ વંશપરંપરા પાળવાનો છે.


“ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: હું પ્રભુ તમારો ઇશ્વર છું.


તમે જ્યાં વસતા હતા તે ઇજિપ્તના લોકની માફક તમે વર્તશો નહિ અથવા જ્યાં હું તમને લઈ જઉં છું તે કનાન દેશના લોકોના રિવાજો પાળશો નહિ.


તમે પોતાને પવિત્ર રાખો. કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


પછી યહોશુઆએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતાં કહ્યું. “તો હવે યાહવેને માન આપો અને નિખાલસપણે અને નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરો. મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં તમારા પૂર્વજો જે અન્ય દેવોની પૂજા કરતા હતા તેમનો ત્યાગ કરો અને માત્ર યાહવેની જ સેવાભક્તિ કરો.


Lean sinn:

Sanasan


Sanasan