Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને મિસર દેશમાંથી કાઢીને એવા દૂધમધની રેલછેલવાળા એક દેશમાં લાવું કે જે મેં આગળથી તેમને માટે પસંદ કરી રાખ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, હું તેઓને મિસર દેશમાંથી બહાર કાઢીને જે દેશ મેં તેઓને માટે પસંદ કર્યો છે તેમાં લાવીશ. તે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે; તે બધા દેશોનું સૌથી સુંદર ઘરેણું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હું તમને મિસરની બહાર લઇ જઇ તમારે માટે પસંદ કરેલા દેશમાં લઇ જઇશ, જે વિશ્વના દેશોમાં સૌથી રળિયામણો છે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:6
40 Iomraidhean Croise  

દિવસે તમે તેમને મેઘસ્થંભ મારફતે દોર્યા, તો રાત્રે તેમના માર્ગમાં પ્રકાશ પમાડવાને અગ્નિસ્થંભ રાખ્યો.


અમારા પૂર્વજો ઈજિપ્તમાં જે દુ:ખ ભોગવતા હતા તે તમે જોયું; સુફ સમુદ્ર પાસે તમે તેમનો મદદ માટેનો પોકાર સાંભળ્યો.


તે પછી તેમણે મનોહર પ્રદેશને તુચ્છ ગણ્યો; કારણ, તેમણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો નહિ.


ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે.


તે અત્યંત રમણીય અને ઉન્‍નત છે, અને સમસ્ત પૃથ્વી માટે આનંદકારક છે. સિયોન પર્વત સાફોન પર્વત સમો ઊંચો અને કેન્દ્રસ્થાને છે; તે રાજાધિરાજનું નગર છે.


પ્રભુએ તમારા પૂર્વજોને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસી જાતિઓનો જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું તે દૂધમધની રેલમછેલવાળા દેશમાં લાવે ત્યારે પ્રતિ વર્ષે પ્રથમ માસમાં તમારે આ વિધિ પાળવો.


હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


તમારે તો દૂધમધની રેલમછેલવાળા દેશમાં જવાનું છે. પરંતુ હું પોતે તમારી સાથે આવીશ નહિ; કારણ, તમે હઠીલી પ્રજા છો અને કદાચ હું રસ્તામાં તમારો નાશ કરી બેસું.”


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


તમારા પૂર્વજોને આપેલું એ વચન તો મેં પૂરું કર્યું છે.” ત્યારે મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ, આમીન!”


“મેં મારા મનમાં વિચાર્યું: હું ઇઝરાયલને પુત્રો તરીકે સ્વીકારવા કેવો તત્પર છું! હું તેમને વારસામાં સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ અને રળિયામણો દેશ આપીશ. તેથી મેં કહ્યું: ‘તમે મને પિતા કહો, મને સદા અનુસરો અને મારો ત્યાગ કરશો નહિ’.


અને તેમના પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમે તેમને દૂધમધની રેલમછેલવાળો આ ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે.


આથી મેં રણપ્રદેશમાં સમ ખાધા કે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો જે સૌથી રમણીય દેશ મેં તેમને આપ્યો હતો, ત્યાં હું તેમને લઇ જઇશ નહિ.


આથી મેં રણપ્રદેશમાં બીજા શપથ લીધા કે હું તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ અને વિશ્વના દેશોમાં તેમને વેરવિખેર કરી દઇશ.


વળી, હું તમને ઇઝરાયલ દેશમાં એટલે કે જે દેશ તમારા પૂર્વજોને આપવાના મેં સમ ખાધા હતા તેમાં પાછા લાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે મેં ઇઝરાયલને પસંદ કર્યો અને ઇજિપ્ત દેશમાં યાકોબના વંશજો સમક્ષ મારો પરિચય આપ્યો, ત્યારે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર છું.


મેં તમારા પૂર્વજોને પ્રતિજ્ઞાપૂર્વક એ વચન આપ્યું હતું કે હું તેમને આ દેશ તેમના વારસા તરીકે આપીશ. હવે તમે એ ભૂમિ સરખે હિસ્સે વહેંચી લો.


અરામનો રાજા તેમની સાથે ફાવે તેમ વર્તશે. કોઈપણ જાતના વિરોધ વિના તે વચનના દેશમાં ઊભો રહેશે અને તે દેશ પર પોતાની સંપૂર્ણ સત્તા જમાવશે.


તે વચનના દેશ પર ચઢાઈ કરશે અને હજારોની ક્તલ કરશે; પરંતુ અદોમ, મોઆબ, અને આમ્મોનનો બાકી રહેલો ભાગ તેના હાથમાંથી બચી જશે.


ચારમાંના એક શિંગડામાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેની સત્તા દક્ષિણ તરફ પૂર્વ તરફ અને વચનના દેશ તરફ વિસ્તાર પામી.


મેં તમને મારા વચન પ્રમાણે દૂધ અને મધની રેલમછેલવાળો ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું અને બીજી પ્રજાઓથી મેં તમને અલગ કર્યાં છે.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


તેમણે મોશેને કહ્યું, “તમે અમને જે દેશમાં મોકલ્યા હતા ત્યાં અમે ગયા. ત્યાં સાચે જ દૂધ અને મધની રેલમછેલ છે અને ત્યાંનાં ફળ પણ આ રહ્યાં.


જો પ્રભુ આપણા ઉપર પ્રસન્‍ન હશે તો તે આપણને તે દેશમાં લઈ જશે અને એ દૂધમધની રેલમછેલવાળો દેશ આપણને આપશે.


અને દૂધમધની રેલમછેલવાળા જે દેશ વિષે પ્રભુએ તમારા પૂર્વજો આગળ શપથ લીધા હતા કે પ્રભુ તે તેમને અને તેમના પછી તેમના વંશજોને આપશે તેમાં તમે લાંબો સમય વસો.


હે પ્રભુ, તમારા આકાશમાંના પવિત્ર નિવાસસ્થાનમાંથી નીચે જુઓ અને તમારા ઇઝરાયલી લોકને આશીર્વાદ આપો અને અમારા પૂર્વજોને આપેલ વચન પ્રમાણે દૂધમધની રેલમછેલવાળો જે દેશ તમે અમને આપ્યો છે તેને પણ આશીર્વાદ આપો.


તેમણે અમને આ સ્થળે લાવીને આ દૂધમધની રેલમછેલવાળો દેશ આપ્યો છે;


અને તેમના પર આ નિયમના સર્વ શબ્દો લખવા.


કૃપા કરી મને યર્દન નદીની પેલે પાર જવા દો અને સામે પારનો ફળદ્રુપ દેશ તથા સુંદર પહાડી પ્રદેશ અને લબાનોન જોવા દો.’


જેને વિષે મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા એ દૂધમધની રેલમછેલવાળા દેશમાં હું તેમને લાવીશ અને ત્યાં તેઓ પુષ્કળ ખોરાક મળતાં તાજામાજા થશે ત્યારે તેઓ અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરવા લાગશે; વળી, તેઓ મારો તિરસ્કાર કરશે અને મારો કરાર ઉથાપશે.


હું મારો હાથ આકાશ તરફ ઉઠાવીને મારા જીવના શપથ લઈને કહું છું કે,


સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા;


હે ઇઝરાયલીઓ, તે આજ્ઞાઓ સાંભળો અને કાળજીપૂર્વક તેમનું પાલન કરો: જેથી તમારું કલ્યાણ થાય અને તમે મહાન પ્રજા બનો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે ઉત્તમ અને ફળદ્રુપ દેશમાં વસવાટ કરો.


કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા.


Lean sinn:

Sanasan


Sanasan