Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે મેં ઇઝરાયલને પસંદ કર્યો અને ઇજિપ્ત દેશમાં યાકોબના વંશજો સમક્ષ મારો પરિચય આપ્યો, ત્યારે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો છે, ને યાકૂબના સંતાનોની આગળ સમ ખાધા, ને હું મિસર દેશમાં તેમની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા કે, હું યહોવા તમારો ઈશ્વર છું;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: “જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો, મેં યાકૂબના વંશજોની આગળ સમ ખાધા, હું મિસર દેશમાં તેઓની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું તને જણાવું છું તે તેઓને કહી સંભળાવ; ‘ઇસ્રાએલની મેં પસંદગી કરી ત્યારે મેં તેઓને વચન આપ્યું હતું તેમને દર્શન દીધાં હતાં, ત્યારે મેં પ્રતિજ્ઞાપૂર્વક તેમને જણાવ્યું હતું કે, હું તમારો દેવ યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:5
36 Iomraidhean Croise  

પણ અબ્રામે તેને જવાબ આપ્યો, “મેં આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વરની સમક્ષ ગંભીરતાપૂર્વક સમ ખાધા છે કે,


એ જોઈને લોકો જમીન પર ઊંધા પડી ગયા અને બોલી ઊઠયા, “યાહવે જ ઈશ્વર છે, એકલા પ્રભુ જ ઈશ્વર છે.”


તેમણે પોતાના માર્ગો મોશેને પ્રગટ કર્યા અને ઇઝરાયલના લોકોને પોતાનાં પરાક્રમી કાર્યો દેખાડયાં.


જે રાષ્ટ્રના ઈશ્વર પ્રભુ છે, અને જે પ્રજાને તેમણે પોતાના વારસા તરીકે પસંદ કરી છે તેને ધન્ય છે!


“તું જઈને ઇઝરાયલીઓના આગેવાનોને એકઠા કરીને તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે, અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબના ઈશ્વરે મને દર્શન આપીને આમ કહ્યું છે: ‘મેં તમારી ખબર લીધી છે અને ઇજિપ્તમાં તમારા પર પડતાં દુ:ખો પણ જોયાં છે.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું.


વળી, ઈશ્વરે મોશેને કહ્યું, “હું યાહવે છું. એલ-શાદાય (સર્વસમર્થ ઈશ્વર) એ નામે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને દર્શન દીધું હતું, પણ મારા પવિત્ર નામ યાહવેથી મેં તેમને મારી ઓળખ આપી નહોતી.


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલી લોકો, મારા સાક્ષીઓ તો તમે છો. મેં તમને મારા સેવક થવા પસંદ કર્યા છે; જેથી તમે મને ઓળખો, મારા પર ભરોસો રાખો અને માત્ર હું જ ઈશ્વર છું એવું સમજો. મારા સિવાય બીજો કોઈ દેવ નથી; કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી.


હું ફરી તારી પાસેથી પસાર થયો તો મેં જોયું કે પ્રેમ કરવા જેવી તારી ઉંમર થઇ હતી. મેં તારો ડગલો પ્રસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. મેં તારી સાથે સોગંદપૂર્વક કરાર કર્યો અને તું મારી બની. હું પ્રભુ પરમેશ્વર આ બધું કહું છું.


આથી મેં રણપ્રદેશમાં સમ ખાધા કે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો જે સૌથી રમણીય દેશ મેં તેમને આપ્યો હતો, ત્યાં હું તેમને લઇ જઇશ નહિ.


આથી મેં રણપ્રદેશમાં બીજા શપથ લીધા કે હું તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ અને વિશ્વના દેશોમાં તેમને વેરવિખેર કરી દઇશ.


હું પ્રભુ તેમનો ઈશ્વર થઇશ અને મારા સેવક દાવિદ જેવો રાજા તેમનો શાસક થશે. આ હું, પ્રભુ, બોલ્યો છું.


તેઓ પ્રત્યેની ઈર્ષ્યા અને ઘૃણાને લીધે તેં જે રોષ દાખવ્યો છે તે પ્રમાણે હું તારા પ્રત્યે પણ વર્તીશ. હું તને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમની સાથે છું.


મેં તમારા પૂર્વજોને પ્રતિજ્ઞાપૂર્વક એ વચન આપ્યું હતું કે હું તેમને આ દેશ તેમના વારસા તરીકે આપીશ. હવે તમે એ ભૂમિ સરખે હિસ્સે વહેંચી લો.


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્‍ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.”


“ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: હું પ્રભુ તમારો ઇશ્વર છું.


પ્રભુએ એવા દિવસોની સંખ્યા ઘટાડી છે. જો તેમણે એમ ન કર્યું હોત, તો કોઈ પણ બચી શક્ત નહિ. પણ પોતાના પસંદ કરેલા લોકોને ખાતર તેમણે એ દિવસોની સંખ્યા ઘટાડી છે.


કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો અને પૃથ્વીના પટ પરની સર્વ પ્રજાઓમાંથી પ્રભુએ તમને પોતાના વિશિષ્ટ લોક થવા પસંદ કર્યા છે.


હું મારો હાથ આકાશ તરફ ઉઠાવીને મારા જીવના શપથ લઈને કહું છું કે,


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


તમારા પૂર્વજો ઉપર તેમને પ્રેમ હતો માટે તેમના પછી તેમના વંશજોને ઈશ્વરે પસંદ કર્યા, અને પોતાના મહાન સામર્થ્ય વડે તેમણે ઇજિપ્તમાંથી તેમને મુક્ત કર્યા;


“કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુના સમર્પિત લોક છો અને તમારા ઈશ્વર પ્રભુએ પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની વિશિષ્ઠ પ્રજા થવા તમને પસંદ કર્યા છે.


તમે બીજી બધી પ્રજાઓ કરતાં સંખ્યામાં વિશેષ હતા તે માટે પ્રભુએ તમારા પર પ્રેમ દાખવ્યો નહોતો કે તમને પસંદ કર્યા નહોતા. હકીક્તમાં, તમે તો સંખ્યામાં નાનામાં નાની પ્રજા હતા.


પછી જે દૂતને મેં સમુદ્ર અને જમીન પર ઊભેલો જોયો હતો તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો.


તેણે આકાશ તથા તેમાંના સર્વસ્વને, પૃથ્વી તથા તેમાંના સર્વસ્વને અને સમુદ્ર તથા તેમાંના સર્વસ્વને સર્જનાર યુગાનુયુગ જીવંત ઈશ્વરને નામે સોગંદ લઈને કહ્યું, “હવે વિલંબ કરવામાં આવશે નહિ!


Lean sinn:

Sanasan


Sanasan