Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:43 - પવિત્ર બાઇબલ C.L.

43 ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 ત્યાં તમને તમારાં આચરણ તથા તમારાં સર્વ કૃત્યો, જેઓથી તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, ત્યારે જે સર્વ દુષ્કર્મો તમે કર્યા છે તેમને લીધે તમે તમારી પોતાની નજરમાં પોતાની જાતને ધિક્કારશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 ત્યાં તમને પોતાના આચરણ તથા જે દુષ્ટ કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, તમે જે દુષ્ટ કૃત્યો કર્યાં છે તેને લીધે તમે પોતાની નજરમાં પોતાને ધિક્કારશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 પછી, તમે યાદ કરશો કે, પહેલાં તમે દુષ્કૃત્યો કરીને કેવા અશુદ્ધ થયા હતા અને તમે આચરેલા પાપોને કારણે તમને તમારા પોતાના પર ધૃણા પેદા થશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:43
12 Iomraidhean Croise  

તેથી મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે, અને ધૂળ તથા રાખમાં બેસીને શોક કરું છું.”


મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો.


ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો.


જ્યારે તેઓ ફરીથી પોતાના દેશમાં નિરાંત અને નિર્ભયતામાં વસતા હશે અને તેમને ડરાવનાર કોઈ નહિ હોય, ત્યારે મને બેવફા નીવડીને તેઓ કેવા અપમાનિત થયા હતા તે વાતને વીસરી જશે.


તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.


તેઓ તેમનાં પાપને લીધે પૂરેપૂરું સહન કરે અને મને શોધતા મારી પાસે આવે ત્યાં સુધી હું તેમને તજી દઈશ. કદાચ તેમનાં દુ:ખોમાં તેઓ મને શોધવાનો યત્ન કરે.”


પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!”


ઈશ્વરને પ્રસન્‍ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan