Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:42 - પવિત્ર બાઇબલ C.L.

42 વળી, હું તમને ઇઝરાયલ દેશમાં એટલે કે જે દેશ તમારા પૂર્વજોને આપવાના મેં સમ ખાધા હતા તેમાં પાછા લાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 વળી હું તમને ઇઝરાયલના દેશમાં, એટલે જે દેશ તમારા પૂર્વજોને આપવા માટે મેં સમ ખાધા હતા તેમાં લાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 હું તમને ઇઝરાયલના દેશમાં એટલે જે દેશ તમારા પિતૃઓને આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 તમારા પિતૃઓને જે દેશ આપવાનું મેં પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું તે દેશોમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:42
17 Iomraidhean Croise  

હું તેમને એવું મન આપીશ કે તેઓ મને તેમના પ્રભુ તરીકે કબૂલ કરશે, તેઓ ફરી મારા લોક બનશે અને હું તેમનો ઈશ્વર થઈશ. કારણ, તેઓ પૂરા દયથી મારી તરફ વળશે.”


કારણ કે હું પ્રભુ પોતે કહું છું કે એવો સમય આવશે કે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના મારા લોકની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેમના પૂર્વજોને મેં જે દેશ આપ્યો હતો ત્યાં હું તેમને પાછા લાવીને ફરીથી વસાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


આથી મેં રણપ્રદેશમાં સમ ખાધા કે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો જે સૌથી રમણીય દેશ મેં તેમને આપ્યો હતો, ત્યાં હું તેમને લઇ જઇશ નહિ.


હું તમારામાંથી બંડખોરોને અને અપરાધીઓને દૂર કરીશ; અત્યારે તેઓ જ્યાં રહે છે તે દેશોમાંથી તો હું તેમને બહાર કાઢી લાવીશ, પણ તેમને ઇઝરાયલના દેશમાં પ્રવેશવા દઇશ નહિ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


હે ઇઝરાયલ, જ્યારે હું તમારી સાથે તમારાં દુષ્ટ અને અધમ આચરણ અનુસાર નહિ વર્તતાં મારા નામને શોભે એવો વર્તાવ કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે.


ત્યારે હઝકિયેલ તમારે માટે સંકેતરૂપ બનશે. જે સર્વ તેણે કર્યું છે, તે તમે કરશો. જ્યારે એ બધું બનશે ત્યારે તમે જાણશો કે એ કરનાર હું પ્રભુ પરમેશ્વર છું.”


હું તારાં ગાયનોનો આલાપ બંધ કરાવીશ અને તારી વીણાના સૂરો ફરી કદી સંભળાશે નહિ.


હું તેમને પરદેશોમાંથી અને અન્ય જાતિઓમાંથી કાઢી લાવીને એકત્ર કરીશ અને તેમને પોતાના દેશમાં પાછાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર અને ઝરણાંઓ પાસે દોરી જઇશ અને તેમને આનંદદાયક ગોચરોમાં ચરાવીશ.


પછી તું તેમને કહેજે કે પ્રભુ પરમેશ્વર કહે છે: ‘જે અન્ય પ્રજાઓમાં ઇઝરાયલીઓ ગયા છે. તેઓમાંથી હું તેમને મુક્ત કરીશ, તેમને સર્વ સ્થળેથી એકઠા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં પાછા લાવીશ.


મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે.


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan