Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:41 - પવિત્ર બાઇબલ C.L.

41 હું તમને પ્રજાઓમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ અને ત્યારે હું તમને સુવાસિત અગ્નિબલિની પેઠે સ્વીકારીશ અને પરદેશીઓનાં દેખતાં હું તમારામાં પવિત્ર મનાઇશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 હું તમને [બીજી] ‍ પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર લાવીશ, તમે જે દેશોમાં વિખેરાઈ ગયા હતા ત્યાંથી હું તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ. સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:41
36 Iomraidhean Croise  

પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


અરાવ્નાએ એ બધું રાજાને આપીને કહ્યું, “પ્રભુ તમારા ઈશ્વર તમારું અર્પણ સ્વીકારો.”


પણ સર્વસમર્થ પ્રભુ તેમનાં ન્યાયકૃત્યો દ્વારા પોતાની મહત્તા પ્રગટ કરશે અને પવિત્ર ઈશ્વર યથાર્થ ન્યાય કરીને પોતાની પવિત્રતાનું પ્રમાણ આપશે.


જે દેશોમાં મેં મારા લોકને હાંકી કાઢયા હતા ત્યાંથી બાકી રહેલાઓને હું વતનમાં પાછા લાવીશ; અને ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


કારણ કે હું પ્રભુ પોતે કહું છું કે એવો સમય આવશે કે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના મારા લોકની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેમના પૂર્વજોને મેં જે દેશ આપ્યો હતો ત્યાં હું તેમને પાછા લાવીને ફરીથી વસાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


મારા ક્રોધમાં અને મહાકોપમાં મેં તમને અન્ય દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હતા; પણ હવે હું તેમને ત્યાંથી એકત્ર કરીને આ સ્થળે પાછા લાવીશ અને તેમને સલામતીમાં વસાવીશ.


તેથી તું તારા સાથી નિર્વાસિતોને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું તમને અન્ય પ્રજાઓમાંથી એકઠા કરીશ ને તમને વિખેરી નાખવામાં આવ્યા છે તે દેશોમાંથી એકત્ર કરીને તમને ઇઝરાયલ દેશ પાછો આપીશ.


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


ત્યાંના લોકોને કહે કે પ્રભુ પરમેશ્વર તમારે વિશે આ પ્રમાણે કહે છે: સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારી મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. તારા લોકોને સજા કરીને હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “મેં ઇઝરાયલીઓને જે પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે ત્યાંથી હું તેમને એકઠા કરીશ. ત્યારે તેમને લીધે સર્વ પ્રજાઓમાં આ વાત પ્રગટ થશે કે હું પવિત્ર છું. ઇઝરાયલના લોકો તેમના પોતાના દેશમાં એટલે મારા સેવક યાકોબને આપેલા દેશમાં વસશે.


“હું પ્રભુ પરમેશ્વર, તમને કહું છું કે હું જાતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ.


મારા બાકીનાં ઘેટાંએ તમારા પગ તળે ખૂંદી નંખાયેલું ખાવું પડે છે અને તમારા પગ વડે ડહોળાયેલું પાણી પીવું પડે છે.


મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે.


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


ઘણા વર્ષો પછી હું તને આદેશ આપીશ અને તું એવા દેશ પર આક્રમણ કરીશ કે જ્યાં યુદ્ધના સંહારથી બચી ગયેલા અને જુદી જુદી પ્રજાઓમાંથી એકત્ર કરવામાં આવેલા લોકો વસે છે. ઘણાં સમય સુધી ઉજ્જડ અને વસતીહીન રહેલા અને જ્યાં હવે ભિન્‍નભિન્‍ન દેશોમાંથી આવેલા સર્વ લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે, તે ઇઝરાયલના પહાડો પર તું આક્રમણ કરીશ.


તેમની મૂર્તિઓની વચ્ચે અને વેદીઓની આસપાસ, એકેએક ડુંગર ઉપર, એકેએક પર્વતના શિખર ઉપર, એકેએક લીલાવૃક્ષ નીચે, એકેએક ઘટાદાર મસ્તગીવૃક્ષ, જ્યાંજ્યાં તેઓ પોતાની મૂર્તિઓ આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં ત્યાં મૃતદેહો વેરવિખેર પડેલા હશે, ત્યારે તેઓ બધાં જાણશે કે હું પ્રભુ છું.


પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પછી યજ્ઞકારે તેને બે પાંખો વચ્ચેથી ચીરવું, પણ તેના બે ભાગ પડવા દેવા નહિ. પછી એ બધાંનું યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.


આ બધું તો મરીબા (એટલે તકરાર) મુકામે બન્યું. આ સ્થળે ઇઝરાયલીઓએ પ્રભુ વિરુધ તકરાર કરી અને પોતે પવિત્ર છે તે પ્રભુએ તેમને બતાવી આપ્યું.


“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”


પણ ઈશ્વરનો આભાર માનો; કારણ, ખ્રિસ્તમાં મેળવાયા હોવાથી ઈશ્વર આપણને હંમેશાં ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે. ખ્રિસ્ત વિષેનું જ્ઞાન સુગંધરૂપે સર્વત્ર ફેલાઈ જાય માટે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે.


કારણ, ખ્રિસ્તે આપણને સુગંધી ધૂપ તરીકે ઈશ્વરને અર્પણ કર્યાં છે અને એની સુગંધ ઉદ્ધાર પામી રહેલા અને નાશમાં જઈ રહેલા લોકો મયે પ્રસરે છે.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો.


Lean sinn:

Sanasan


Sanasan