Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:4 - પવિત્ર બાઇબલ C.L.

4 શું તું તેમનો ન્યાય તોળવા તૈયાર છે? હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ચુકાદો આપવા તૈયાર છે? તો તેમને તેમના પૂર્વજોએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યો યાદ કરાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ન્યાય કરશે, શું તું તેમનો ન્યાય કરશે? તેઓના પૂર્વજોના ધિક્કારપાત્ર કૃત્યો તેઓને જણાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 “હે મનુષ્યપુત્ર! શું તું તેઓનો ન્યાય કરશે? શું તું ન્યાય કરશે? તેઓના પિતૃઓનાં ધિક્કારપાત્ર કૃત્યો વિષે તેઓને જણાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હે મનુષ્યના પુત્ર! શું તું તેઓનો ન્યાય કરશે? તો તેઓને દોષિત ઠરાવ અને તેઓના પિતૃઓનાં ધિક્કારપાત્ર કૃત્યો વિષે તેઓને જણાવ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:4
16 Iomraidhean Croise  

તેથી મારો પ્રિયતમ કહે છે: “હે યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના લોકો, તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ન્યાય કરો:


તેથી હે યર્મિયા, તું આ લોક માટે પ્રાર્થના કરીશ નહિ, તેમને માટે આજીજી કે વિનંતી કરીશ નહિ. કારણ, તેઓ મને આપત્તિને સમયે મદદ માટે પોકારશે, પણ હું તેમનું સાંભળીશ નહિ.”


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમની તરફેણમાં આજીજી કે વિનંતી કરીશ નહિ અથવા મારી પાસે તેમના હક્કમાં મયસ્થી કરીશ નહિ. કારણ, હું તારી અરજ સાંભળવાનો નથી.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.”


“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય આપવા બેઠો છે? શું તું ન્યાય કરવાનો? જ્યાં ખૂનની પરંપરા ચાલી છે એવા નગરનો ન્યાય તોળવા તું તૈયાર છે? તો તું એને એનાં બધાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવ.


પ્રભુએ મને કહ્યું,: “હે મનુષ્યપુત્ર, શું તું ઓહોલા અને ઓહલીબાનો ન્યાય ચૂકવવા તૈયાર છે? તો તેમણે કરેલાં ધૃણાસ્પદ કૃત્યો જાહેર કર.


સદાચારીઓ તો તેમને વ્યભિચારી અને હત્યારી સ્ત્રીઓ તરીકે શિક્ષા કરશે; કારણ, તેઓ છિનાળ છે અને એમના હાથ રક્તથી ખરડાયેલા છે.”


ઈશ્વરના લોક દુનિયાનો ન્યાય કરશે એની શું તમને ખબર નથી? જો તમારે દુનિયાનો ન્યાય કરવાનો હોય, તો તદ્દન નજીવી બાબતોનો નિકાલ કરવાને શું તમે લાયક નથી?


Lean sinn:

Sanasan


Sanasan