Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ત્યારે મેં મારા તરફ એક હાથ લંબાતો જોયો. તે હાથમાં પુસ્તકનો એક વીંટો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે મેં જોયું, તો, જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો, અને તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે મેં જોયું, તો જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો; તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને મેં જોયું તો ઓળિયું પકડેલો એક હાથ મારા તરફ લંબાયેલો હતો;

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 2:9
13 Iomraidhean Croise  

પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે.


તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.


તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને બારૂખે યર્મિયાને પ્રભુ તરફથી મળેલા સર્વ સંદેશાઓ યર્મિયાના લખાવ્યા પ્રમાણે તે વીંટામાં લખી લીધા.


ઈશ્વરે કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી સમક્ષ આ જે ઓળિયું છે તે ખા, પછી જઈને ઇઝરાયલી લોકોને મારો સંદેશ કહે.”


તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.


પછી કોઈએક હાથે મને મારા ધ્રૂજતા હાથ અને ધૂંટણો પર ઊભો કર્યો.


એકાએક માણસના હાથનો પંજો દેખાયો અને તેણે દીપવૃક્ષની પાસેની રાજમહેલની દીવાલ પર જવલંત પ્રકાશમાં લખવા માંડયું. રાજાએ લેખ લખતા હાથનો પંજો જોયો.


મેં ફરીથી નજર કરી તો આ વખતે મેં આકાશમાં ઊડતું ઓળિયું જોયું.


પછી તેણે મને કહ્યું, “તેમાં તો સમસ્ત દેશ પર ઊતરનાર શાપ લખેલો છે. ઓળિયાની એક બાજુએ એવું લખ્યું છે કે દેશમાંથી પ્રત્યેક ચોરને હાંકી કાઢવામાં આવશે, જ્યારે તેની બીજી બાજુએ એવું લખ્યું છે કે સોગન ખાઈને જૂઠું બોલનાર પ્રત્યેકને દૂર કરાશે.


ત્યારે મેં કહ્યું, ‘હે ઈશ્વર, નિયમના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે તેમ, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.”


Lean sinn:

Sanasan


Sanasan