Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલીઓ પાસે મોકલું છું. તે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તેઓ તેમના પૂર્વજોની જેમ આજદિન સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલી લોકો પાસે, એટલે જે બંડખોર પ્રજાઓએ મારી વિરુદ્ધ બંડ કર્યુ છે તેમની પાસે, મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને ઇસ્રાએલ પાસે, હા, મારી વિરુદ્ધ બંડ કરનાર પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 2:3
42 Iomraidhean Croise  

પણ તેઓ આધીન થયા નહિ; પોતાના ઈશ્વર પ્રભુ પર ભરોસો નહિ રાખનાર તેમના પૂર્વજોની જેમ તેઓ અક્કડ વલણના હતા.


તેમણે તેમની સૂચનાઓને આધીન થવાની ના પાડી, તેમના પૂર્વજો સાથે તેમણે કરેલો કરાર તેમણે પાળ્યો નહિ અને તેમણે તેમની ચેતવણીઓ ગણકારી નહિ. તેમણે વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને તેઓ પોતે જ વ્યર્થ બન્યા અને આસપાસની પ્રજાઓનું અનુકરણ નહિ કરવાની પ્રભુ આજ્ઞાનો અનાદર કરીને તેઓ તેમના રિવાજો અનુસર્યા;


અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે.


પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું.


ઈશ્વરના લોકો પેઓરમાં બઆલ નામના દેવતાની પૂજામાં જોડાયા અને તેમણે મૃતજનોનાં શ્રાદ્ધનાં બલિદાનો ખાધાં.


પ્રભુ કહે છે, “હઠીલી પ્રજાની તો દુર્દશા થશે! તેઓ યોજનાઓ ઘડે છે, પણ તે મારી ઇચ્છા મુજબની નથી. તેઓ સંધિકરારો કરે છે, પણ તે મારા આત્માએ પ્રેરેલા નથી. એમ કરીને તેઓ પાપ પર પાપનો ગંજ ખડક્યે જાય છે.


પણ પ્રભુએ મને કહ્યું, “હું હજી કિશોર જ છું, એમ ન કહે; પણ જે જે લોકો વચ્ચે હું તને મોકલું ત્યાં તારે જવાનું છે અને હું તને જે જે ફરમાવું તે બધું તારે તેમને કહેવાનું છે.


અમારી શરમ અમારી પથારી છે અને અમારી લાજ અમારું ઓઢવાનું વસ્ત્ર છે; કારણ, અમે અને અમારા પૂર્વજોએ યુવાનીથી માંડીને અત્યાર સુધી અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યાં છે અને તેમની આજ્ઞાઓને આધીન થયા નથી.”


તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.


પછી આ રીતે ઉત્તર આપનાર પુરુષો, સ્ત્રીઓ અને બધા લોકોને યર્મિયાએ કહ્યું,


“તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો?


“પ્રભુના મંદિરના દરવાજે ઊભો રહી આ સંદેશ પ્રગટ કરતાં કહે; હે યહૂદિયાના સર્વ લોકો, તમે જેઓ આ દરવાજાઓથી પ્રવેશીને પ્રભુની ભક્તિ કરવા જાઓ છો તેઓ પ્રભુનો સંદેશ સાંભળો.


તું આ બંડખોર ઇઝરાયલીઓને પૂછ: “તમે આનો અર્થ સમજો છો? તેમને કહે કે બેબિલોનનો રાજા યરુશાલેમ આવ્યો અને એ યરુશાલેમના રાજાને અને તેના અધિકારીઓને બંદી બનાવીને પોતાની સાથે બેબિલોનમાં લઇ ગયો.


આ બંડખોર લોકોને આ દષ્ટાંત કહી સંભળાવ. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે: દેગને ચૂલા પર ચડાવો અને તેમાં પાણી રેડો.


તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


પણ પ્રભુએ મને મારા ઘેટાં સંભાળવાના કામમાંથી બોલાવી લીધો અને મને આજ્ઞા આપી. “જા, મારા ઇઝરાયલી લોકોને સંદેશો પ્રગટ કર.”


તમારા પૂર્વજોની જેમ તમે પણ મારા નિયમોથી ભટકી ગયા છો અને તેમનું પાલન કર્યું નથી. મારી તરફ પાછા ફરો, એટલે હું તમારા તરફ ફરીશ. પણ તમે પૂછો છો, ‘તમારી તરફ ફરવા માટે અમારે શું કરવું?’


તેણે અને આરોને સમગ્ર સમાજને ખડકની સામે એકત્ર કર્યો અને મોશેએ કહ્યું, “હે વિદ્રોહીઓ સાંભળો! શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?”


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે: “શુભ સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે!”


જ્યારથી હું તમને ઓળખતો થયો ત્યારથી તમે પ્રભુ સામે બંડખોર જણાયા છો.


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને સંભારો, અને આ પ્રજાની હઠીલાઈ, તેમની દુષ્ટતા કે તેમનાં પાપ તરફ ન જુઓ.


Lean sinn:

Sanasan


Sanasan