Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 19:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેમણે તેને સાંકળોથી બાંધીને પાંજરામાં પૂર્યો અને તેને બેબિલોનના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને કેદમાં પૂરવામાં આવ્યો અને તે પછી ઇઝરાયલના પહાડો પર તેની ગર્જના ફરી ક્યારેય સંભળાઇ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેઓએ તેને સાંકળે બાંધીને પાંજરામાં પૂર્યો, ને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. ફરીથી તેનો સાદ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે તે માટે તેઓએ તેને કિલ્લામાં લાવીને [કેદમાં પૂર્યો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓએ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂર્યો અને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. તેનો અવાજ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને પર્વતોના કિલ્લામાં રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેઓ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂરીને બાબિલના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને જેલમાં પૂરવામાં આવ્યો. જેથી ઇસ્રાએલના પર્વતો પર તેની ગર્જના સંભળાતી બંધ થઇ જાય.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 19:9
11 Iomraidhean Croise  

મને તારી ઉદ્ધતાઈની અને તારા અભિમાનની ખબર મળી છે, અને હવે હું તારા નાકમાં કડી અને તારા મુખમાં ગલ નાખીને તું જે રસ્તેથી આવ્યો તે જ રસ્તે તને પરત મોકલી દઈશ.”


ઇજિપ્તનો રાજા નેખો તેને પકડીને હમાથ પ્રદેશના રિબ્બામાં લઈ ગયો, એટલે તેના અમલનો અંત આવ્યો. નેખોએ યહૂદિયા પર 3.4 ટન રૂપાની અને 3.4 કિલો સોનાની ખંડણી નાખી.


નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા પર હુમલો કરી યહોયાકીમને પકડયો અને તેને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયો.


પણ તારી આંખો તો પોતાનો જ સ્વાર્થ જુએ છે, અને તારું હૃદય એના જ વિચાર કરે છે. તું નિર્દોષજનોની હત્યા કરે છે, જુલમ ગુજારે છે તથા બળજબરીથી લૂંટે છે.


તેણે કિલ્લાઓ તોડી પાડયા અને નગરોને વેરાન કરી નાખ્યા. તેની ગર્જનાથી દેશના લોકો ભયથી ધ્રૂજી ઊઠતા.


તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો.


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના પર્વતોને ઉદ્દેશીને તેમના વિશે સંદેશ પ્રગટ કર; તું તેમને કહે કે: હે ઇઝરાયલના પર્વતો, પ્રભુનો સંદેશ સાંભળો.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ દષ્ટિ કર અને તેમની વિરુદ્ધ મારો આ સંદેશ સંભળાવ.


Lean sinn:

Sanasan


Sanasan