Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 19:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેણે કિલ્લાઓ તોડી પાડયા અને નગરોને વેરાન કરી નાખ્યા. તેની ગર્જનાથી દેશના લોકો ભયથી ધ્રૂજી ઊઠતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે તેઓના મહેલોને લૂંટ્યા, ને તેઓનાં નગરોને વેરાન કરી નાખ્યાં; તેની ગર્જનાના અવાજને લીધે દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે વિધવાઓ પર બળાત્કાર કર્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં. અને તેની ગર્જનાના અવાજથી દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેણે કિલ્લાઓ તોડી પાડ્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં; અને તેની ગર્જનાથી દેશના લોકો ભયભીત થઇ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 19:7
14 Iomraidhean Croise  

ઇજિપ્તનો રાજા નેખો તેને પકડીને હમાથ પ્રદેશના રિબ્બામાં લઈ ગયો, એટલે તેના અમલનો અંત આવ્યો. નેખોએ યહૂદિયા પર 3.4 ટન રૂપાની અને 3.4 કિલો સોનાની ખંડણી નાખી.


રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે.


કંગાલોને રંજાડનાર જુલમગાર પાકનો નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.


પણ તારી આંખો તો પોતાનો જ સ્વાર્થ જુએ છે, અને તારું હૃદય એના જ વિચાર કરે છે. તું નિર્દોષજનોની હત્યા કરે છે, જુલમ ગુજારે છે તથા બળજબરીથી લૂંટે છે.


આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે.


તે પુખ્ત સિંહ થતાં બીજા સિંહો સાથે શિકારની શોધમાં ફરવા લાગ્યો. તે પણ શિકાર કરતાં શીખ્યો, ને માનવભક્ષી બન્યો.


ત્યારે આસપાસના પ્રાંતોમાંથી બધા લોકો તેની સામે ચઢી આવ્યા. તેમણે પોતાની જાળ બિછાવીને તેને ખાડામાં સપડાવ્યો.


તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે.


હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને ઇજિપ્તને દુષ્ટોના કબજામાં સોંપી દઈશ. પરદેશીઓ આખા દેશને ખેદાનમેદાન કરી નાખશે, હું, પ્રભુ, એ બોલ્યો છું.”


તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો.


ઇઝરાયલ દેશની આટલી જ ભૂમિ પર રાજર્ક્તાનો અધિકાર રહેશે, જેથી એ લોકો પર જુલમ ગુજારે નહિ અને દેશનો બાકીનો ભૂમિ વિસ્તાર ઇઝરાયલનાં કુળો પાસે રહેવા દે.”


સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.


હે સર્વ પ્રજાઓ, સાંભળો, પૃથ્વીના સર્વ રહેવાસીઓ આ વાત પર કાન દો. પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ જુબાની આપશે. સાંભળો, તે પોતાના પવિત્ર મંદિરમાંથી બોલે છે.


Lean sinn:

Sanasan


Sanasan