Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 19:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેણે પોતાના એક બચ્ચાને ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો. તે શિકાર પકડતાં શીખ્યો અને માનવોનો ભક્ષ કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને [કાળજી રાખીને] ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને ઉછેર્યું અને તે જુવાન સિંહ બન્યો, તે શિકાર પકડતાં શીખ્યો. તે માણસોનો ભક્ષ કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે સ્ત્રીએ એમાનાં એક સિંહના બચ્ચાંને ઉછેર્યો અને તે શકિતશાળી સિંહ બની ગયો, પછી તે શિકાર કરતાં શીખ્યો અને લોકોનો ભક્ષ કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 19:3
10 Iomraidhean Croise  

ઇજિપ્તના રાજા નેખોએ યોશિયાના પુત્ર એલિયાકીમને યોશિયાના અનુગામી તરીકે યહૂદિયાનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆઝને તો ઇજિપ્ત લઈ જવામાં આવ્યો અને યહોઆઝ ત્યાં મૃત્યુ પામ્યો.


“તમારી મા સિંહણ હતી, તે સિંહોની સાથે રહેતી હતી; તે વિકરાળ સિંહો વચ્ચે પોતાનાં બચ્ચાનું પાલનપોષણ કરતી હતી.


બીજી પ્રજાઓએ એને વિષે સાંભળ્યું અને તેને ખાડામાં સપડાવ્યો, તેઓ તેને સાંકળોથી બાંધી ઇજિપ્ત દેશમાં લઇ ગયા.


તે પુખ્ત સિંહ થતાં બીજા સિંહો સાથે શિકારની શોધમાં ફરવા લાગ્યો. તે પણ શિકાર કરતાં શીખ્યો, ને માનવભક્ષી બન્યો.


તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે.


“હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો વિષે વિલાપગીત દ્વારા તું તેને મારો આ સંદેશ પહોંચાડ: ‘તું પ્રજાઓમાં પોતાને સિંહ માનતો હતો, પણ તું તો નદીનાં પાણી ચાતરનાર મગરમચ્છ જેવો છે. તું તારા પગથી નદીનાં પાણીને ડહોળીને તેને મેલાં બનાવે છે.’


રાજ્યર્ક્તાઓ દુ:ખનો પોકાર કરે છે. તેમનો મહિમા ચાલ્યો ગયો છે! સિંહોની ત્રાડ સાંભળો, યર્દનને કાંઠે આવેલાં તેમના વનના વસવાટો નાશ પામ્યા છે!


તેણે દાનના કુળ વિષે કહ્યું: “દાનનું કુળ બાશાન પ્રદેશમાંથી તરાપ મારતા સિંહના બચ્ચા જેવું છે.”


Lean sinn:

Sanasan


Sanasan