Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 19:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પણ તેને રોષપૂર્વક ઉખેડી નાખી જમીનદોસ્ત કરી દેવામાં આવી. પૂર્વના પવને તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. તે સુકાઇ ગઇ અને અગ્નિમાં બળી ગઇ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ [ઈશ્વરના] કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ તે દ્રાક્ષાવેલાને ઈશ્વરના કોપને લીધે ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો, પૂર્વના પવનોએ તેનાં ફળો સૂકવી નાખ્યાં. તેની સુકાઈ ગયેલી ડાળીઓ ભાંગી નાખવામાં આવી અને તે ચીમળાઈ ગઈ; તેને અગ્નિથી ભસ્મ કરવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ તે દ્રાક્ષાવેલો કોપને લીધે ઉખેડી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો, તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. પૂર્વ તરફથી ફૂંકાતા પવનોને કારણે તે સુકાઇ ગઇ અને તેનાં ફળો તૂટી પડ્યા. સુકાઇ ગયેલી ડાળીઓ અગ્નિમાં ભસ્મીભૂત થઇ ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 19:12
32 Iomraidhean Croise  

યોશિયા રાજા હતો ત્યારે આશ્શૂરના રાજાને મદદ કરવા માટે ઇજિપ્તનો રાજા નેખો મોટું સૈન્ય લઈને યુફ્રેટિસ નદી પર ગયો. યોશિયા રાજાએ ઇજિપ્તના સૈન્યનો મગિદ્દો આગળ સામનો કર્યો. પણ તે લડાઈમાં માર્યો ગયો.


ઇજિપ્તના રાજા નેખોએ યોશિયાના પુત્ર એલિયાકીમને યોશિયાના અનુગામી તરીકે યહૂદિયાનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆઝને તો ઇજિપ્ત લઈ જવામાં આવ્યો અને યહોઆઝ ત્યાં મૃત્યુ પામ્યો.


યહોયાકીમ મરણ પામ્યો અને તેની જગ્યાએ તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.


તેથી ઈશ્વર તને સદાને માટે કચડી નાખશે તે તારા તંબૂમાંથી તને પકડીને ખેંચી કાઢશે. તે તને જીવતાઓની ભૂમિ પરથી ઉખેડી નાખશે. (સેલાહ)


શત્રુઓએ તેને કાપી નાખીને કચરાની જેમ બાળ્યો છે. તેઓ તમારા મુખની ધમકીથી નષ્ટ થાઓ.


તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ.


ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે.


“આ માણસ જાણે કે વાંઝિયો હોય તેમ નોંધી લો. તે તેના આખા જીવનમાં ક્યારેય સુખી થશે નહિ. દાવિદના વંશમાં યહૂદિયાના રાજ્યાસન પર રાજા તરીકે બિરાજવા કે રાજ કરવા તેનો કોઈ વંશજ સફળ થશે નહિ.” પ્રભુ આ પ્રમાણે કહે છે.


એક વેળાએ હું તેમને ઉખેડી નાખવા, તોડી નાખવા, ઉથલાવી પાડવા, નાશ કરવા અને દુ:ખ દેવા સજાગ હતો તેમ હવે હું તેમને બાંધવા અને રોપવા માટે સજાગ રહીશ. હું પ્રભુ આ બોલું છું.


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


“હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવેલાની ડાળીનું લાકડું વનનાં અન્ય વૃક્ષોનાં લાકડાં કરતાં ચડિયાતું છે?


એ તો માત્ર અગ્નિ પેટાવવાના જ કામનું છે. અગ્નિમાં તેના બન્‍ને છેડા સળગી ઊઠે છે અને વચલો ભાગ પણ બળી જાય છે. તો પછી એ કોઇ ઉપયોગમાં આવે ખરું?


એને રોપ્યો તો ખરો, પણ શું એ ફાલશેફૂલશે? પૂર્વના પવનો તેના પર ફૂંકાશે ત્યારે શું તે તેના સપાટાથી સુકાઇ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં જ સુકાઇ નહિ જાય?”


તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી.


તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


હવે તો વૃક્ષોને જડમૂળથી કાપી નાખવાને માટે કુહાડી તૈયાર છે. જે વૃક્ષ સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે.


પ્રભુએ ભારે ક્રોધાવેશમાં અને તેમના ઉગ્ર રોષમાં તેમને તેમના દેશમાંથી ઉખેડી નાખ્યા અને વિદેશમાં ધકેલી દીધા અને આજે પણ તેઓ ત્યાં જ છે.”


મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે.


Lean sinn:

Sanasan


Sanasan