Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સર્વ જીવો મારા છે. પિતા અને પુત્ર બન્‍નેના પ્રાણ પર મારો અધિકાર છે. જે માણસ પાપ કરશે તે જ મરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જુઓ, સર્વ જીવો મારા છે; જેમ પિતાનો જીવ તેમ જ પુત્રનો જીવ પણ મારો છે. જે જીવ પાપ કરશે તે માર્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જુઓ, એકેએક જીવ મારો છે, જેમ પિતાનો જીવ તેમ પુત્રનો જીવ પણ મારો છે. જે માણસ પાપ કરશે તે મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:4
19 Iomraidhean Croise  

છતાં તેણે તેમના પુત્રોને મારી નાખ્યા નહિ, પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાનું પાલન કર્યું: ‘સંતાનોનાં પાપ માટે માબાપ માર્યાં જાય નહિ અને માબાપનાં પાપ માટે સંતાનો માર્યાં જાય નહિ. પોતાનાં પાપ માટે વ્યક્તિ પોતે જ મારી જાય.”


તેમની પોતાની જ આંખોને તેમના વિનાશનો પ્યાલો જોવા દો, અને તેમને જાતે જ સર્વસમર્થના કોપનો પ્યાલો પીવા દો.


તારાં સંતાનોએ ઈશ્વર વિરૂદ્ધ પાપ કર્યું હશે, અને તેથી જ ઈશ્વરે તેમને તેમના અપરાધોની સજા કરી.


ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે:


હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.


એને બદલે, જે કોઈ ખાટી દ્રાક્ષ ખાશે તેના જ દાંત ખટાઈ જશે અને દરેક વ્યક્તિ પોતાના જ પાપે મરશે.


જે માણસ પાપ કરે તે જ માર્યો જશે. પિતાના પાપનું ફળ પુત્રે ભોગવવું પડશે નહિ અને પુત્રના પાપનું ફળ પિતાએ ભોગવવું પડશે નહિ. સદાચારીનો સદાચાર તેના લાભમાં લેખાશે અને દુષ્ટ તેની દુષ્ટતા માટે જવાબદાર ઠરશે.


હું પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહું છે કે હવે પછી ઇઝરાયલમાં તમે ફરી કદી આ કહેવત વાપરશો નહિ.


જો કોઈ માણસ નેક હોય ને તે ન્યાયનીતિ પ્રમાણે વર્તતો હોય


હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


જ્યારે હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું તારી દુષ્ટતાને લીધે માર્યો જશે,’ અને તું તે માણસને પોતાનું દુરાચરણ છોડી દેવાની ચેતવણી ન આપે તો તે દુષ્ટ તો પોતાના પાપે મરશે જ, પણ એના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે.


પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”


કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે.


પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે.


“સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે.


વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan