Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તેણે કરેલાં પાપોમાંથી કોઇ પાપ તેને અપરાધી ઠરાવવા યાદ કરવામાં આવશે નહિ; પણ પોતાની નેકીને કારણે એ જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેણે કરેલા અપરાધોમાંનો કોઈ પણ તેની વિરુદ્ધ યાદ કરવામાં આવશે નહિ. પોતે કરેલી પોતાની નેકીને લીધે તે જીવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેણે કરેલાં સર્વ ઉલ્લંઘનો ફરી યાદ કરવામાં આવશે નહિ. તે તેનાં કરેલા ન્યાયીપણાને લીધે જીવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તેણે કરેલા કોઇ પાપો સંભારવામાં આવશે નહિ, એ એનાં પુણ્યકર્મોને કારણે જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:22
22 Iomraidhean Croise  

વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?”


ત્યારે હે પ્રભુ, તમે આકાશમાંથી સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો. દોષિતને ઘટતી શિક્ષા કરજો અને નિર્દોષને ન્યાયી ઠરાવજો.


ઉદયાચલથી અસ્તાચલ જેટલું દૂર છે, તેટલા તે આપણા અપરાધ આપણાથી દૂર કરે છે.


વળી, તેમનાથી તમારા આ ભક્તને ચેતવણી મળે છે, તેમનું પાલન અતિ લાભદાયી છે.


મારી યુવાનીમાં કરેલાં પાપ અને અપરાધો સંભારશો નહિ, પણ હે પ્રભુ, તમારી ભલાઈ અને તમારા પ્રેમ પ્રમાણે મને સંભારો.


હે ઈશ્વર તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો.


છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં.


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.”


પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે.


એણે પહેલાં કરેલાં પાપ નહિ સંભારતાં હું તેમને માફ કરીશ અને તે ન્યાયનીતિથી વર્ત્યો હોવાથી તે નક્કી જીવશે.


તમે ફરીવાર અમારા પર કરુણા કરશો. તમે અમારાં પાપ તમારા પગ તળે ખૂંદશો અને અમારા સર્વ અપરાધોને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો.


જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી;


કારણ, નાનામોટા સૌ મને ઓળખતા હશે. તેમના અપરાધોના સંબંધમાં હું દયા દર્શાવીશ અને હવેથી હું તેમનાં પાપ યાદ કરીશ નહીં.”


બાળકો, કોઈ તમને છેતરી જાય નહિ! જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ પણ ન્યાયી છે.


Lean sinn:

Sanasan


Sanasan