Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:14 - પવિત્ર બાઇબલ C.L.

14 હવે ધારો કે એ વ્યક્તિને પુત્ર હોય, જે પોતાના પિતાનાં બધાં પાપો જોયાં છતાં પિતાનાં આચરણને અનુસરતો ન હોય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હવે જુઓ, તેને એક એવો દીકરો થાય કે જે પોતાના પિતાનાં કરેલાં સર્વ પાપો જોઈને બીક રાખતો હોય, ને એવાં પાપ કરતો ન હોય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ જુઓ, તેને એક એવો દીકરો જન્મે કે જે પોતાના પિતાનાં કરેલાં સર્વ પાપો જોઈને, તે ઈશ્વરથી બીતો હોય, એવાં કામ કરતો ન હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “પરંતુ જો આ માણસનો પુત્ર હોય અને તે પોતાના પિતાની દુષ્ટતા અને પાપો જોતો હોય પણ તે પ્રમાણે કરતો ન હોય.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:14
22 Iomraidhean Croise  

યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને એકત્રીસ વર્ષ રાજ કર્યું. બોસ્કાથ નગરના અદાયાની પુત્રી યદીદા તેની માતા હતી.


યોશિયાએ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાને સન્માર્ગે અનુસર્યો અને તેમાંથી આડોઅવળો ક્યાંયે ફંટાયો નહિ.


“જાઓ, મારે માટે અને ઇઝરાયલ અને યહૂદિયામાં હજુ બાકી રહેલા લોકો માટે પ્રભુને પૂછો. આ પુસ્તકના શિક્ષણ વિષે તપાસ કરો. આપણા પૂર્વજોએ પ્રભુનો સંદેશ માન્યો નથી અને આ પુસ્તકમાં આપેલી આજ્ઞાઓ પ્રમાણે કર્યું નથી, તેથી પ્રભુ આપણા પર અત્યંત કોપાયમાન થયા છે.”


મૂર્ખ પુત્ર પિતાના દુ:ખનું કારણ બને છે, અને નાદાનના પિતાને કશો જ આનંદ હોતો નથી.


નેક પુત્રનો પિતા ઘણો હરખાશે, અને સમજુ પુત્રનો પિતા આનંદ કરશે.


એ લોકોમાંથી કોઈ વિચારતું નથી અથવા કોઈનામાં એવું કહેવાને જ્ઞાન કે સમજણ નથી કે, “મેં લાકડાના કેટલાક ભાગનો બળતણ તરીકે ઉપયોગ કર્યો; તેના અંગારા પર મેં રોટલી શેકીને તથા માંસ પકાવીને ખાધું, તો હવે હું બાકીના લાકડામાંથી તિરસ્કારપાત્ર મૂર્તિ બનાવું? એમ કરીને શું હું લાકડાના ટુકડાને પગે પડું?”


કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી.


જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે.


એને બદલે, તેઓ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા અને તેમના પૂર્વજોએ શીખવ્યા પ્રમાણે બઆલદેવની મૂર્તિઓની પૂજા કરી.”


“જો એ માણસનો પુત્ર અત્યાચારી અને ખૂની નીકળે,


એટલે કે, ઇઝરાયલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય, અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, બીજા માણસની પત્ની સાથે વ્યભિચાર કરતો ન હોય,


પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ.


એને બદલે, તેમનાં સંતાનોને રણપ્રદેશમાં ચેતવણી આપતાં મેં કહ્યું, ‘તમારા પૂર્વજોના નિયમો પ્રમાણે વર્તશો નહિ. તેમના આદેશોનો અમલ કરશો નહિ, તેમની મૂર્તિઓથી તમારી જાતને વટાળશો નહિ.


એમની સઘળી ભૂંડાઈ હું સ્મરણમાં રાખીશ એ વિચાર તો તેમના મનમાં આવતો જ નથી. પણ તેમનાં પાપે તેમને ચોગરદમ ઘેરી લીધા છે અને એ બધાં મારી દષ્ટિ આગળ છે.”


તમારી હાલની સ્થિતિનો યાનપૂર્વક વિચાર કરો.


આવું કેમ થાય છે તેનો વિચાર કરો.


આજે નવમા માસની ચોવીસમી તારીખે મંદિરનો પાયો નંખાયો છે. તો હવેથી શું શું થશે તેનો વિચાર કરજો.


તો પછી તમારા પૂર્વજોએ જેની શરૂઆત કરી તેને પૂરું કરો.


તમારા પૂર્વજો પાસેથી ઊતરી આવેલી નિરર્થક પ્રણાલિકાઓમાંથી તમને મુક્ત કરવા માટે ચૂકવવામાં આવેલી કિંમતની તો તમને ખબર છે.


Lean sinn:

Sanasan


Sanasan