Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વ્યાજે નાણાં આપ્યાં હોય, ને વટાવ લીધો હોય; તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહિ. તેણે આ સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે; તે નક્કી માર્યો જશે; તેનું રક્ત તેને માથે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પોતાનાં નાણાં વ્યાજે આપતો હોય અને આકરું વ્યાજ લેતો હોય, તો શું તે જીવશે? ના, તે નહિ જીવે. તે તેનાં બધાં દુષ્કૃત્યોને લીધે માર્યો જશે. પોતાના પાપનું ફળ પોતે જ ભોગવવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:13
15 Iomraidhean Croise  

જો તું કિદ્રોનના વહેળાને પેલે પાર ગયો તો ચોક્કસ માર્યો જશે, અને તેનો દોષ તારે શિર રહેશે.”


બલ્કે, ઈશ્વર તો માણસનાં કામ પ્રમાણે તેને ફળ આપે છે, અને તેનાં આચરણ પ્રમાણે તેને બદલો આપે છે.


“જો તમે મારા લોકમાંથી કોઈ ગરીબને નાણાં ધીરો તો તમે તેની સાથે ધીરધાર કરનારના જેવું વર્તન ન દાખવશો. અને તેની પાસેથી વ્યાજ ન લેશો.


ગરીબને સતાવતો ન હોય, વ્યાજે નાણાં ધીરતો ન હોય કે વટાવ ખાતો ન હોય, પણ મારી આજ્ઞાઓ અનુસાર વર્તતો હોય અને મારા નિયમો પાળતો હોય, તો એના પિતાના પાપોને લીધે તે માર્યો જશે નહિ; પણ તે નક્કી જીવતો રહેશે.


પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે.


પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ.


પ્રભુ પરમેશ્વર કહે છે કે કોઇના મોતથી મને આનંદ થતો નથી; તેથી તમારાં પાપથી પાછા ફરો અને જીવતા રહો.”


વ્યાજ કે વટાવ ખાતો ન હોય, દુરાચાર કરતો ન હોય, અને વાદીપ્રતિવાદી વચ્ચે સચોટ ન્યાય ચૂકવતો હોય,


હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


જ્યારે હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું તારી દુષ્ટતાને લીધે માર્યો જશે,’ અને તું તે માણસને પોતાનું દુરાચરણ છોડી દેવાની ચેતવણી ન આપે તો તે દુષ્ટ તો પોતાના પાપે મરશે જ, પણ એના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


“જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.”


“પોતાનાં માતાપિતાને શાપ આપનારને મારી નાખવો. તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહેશે.


જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan