Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તો હવે તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ પૂછે છે: “શું તે દ્રાક્ષાવેલો ફાલશે-ફૂલશે? શું પ્રથમ ગરુડ એને સમૂળગો ઉખેડી નહિ નાખે? તે તેને ઉખેડી નાખશે અને તેની દ્રાક્ષો વીણી લેશે; જેથી તે દ્રાક્ષાવેલો તેના બધાં પાંદડા સહિત ચીમળાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હવે તું કહે, “પ્રભુ યહોવા પૂછે છે કે, શું તે ફાલશે? ઘણું બળ કે ઘણા લોકોને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? તેનાં મૂળ ઉખેડી નાખીને તથા તેનો ફાલ કાપી નાખીને તેને ચીમળાવી નહિ નાખે? અને તેમાં સર્વ તાજાંં ફૂટેલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે? ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “તું એમને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: આ વેલો ફૂલશેફાલશે ખરો? પેલો ગરૂડ એને મૂળમાંથી ઉખેડી નાખી દ્રાક્ષો ઝૂડી નહિ લે? એ સુકાઇ નહિ જાય? એના બધાં લીલાં ડાળપાંદડાં ચીમળાઇ નહિ જાય? એને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વધુ જોરની કે બળવાન પ્રજાની જરૂર નહિ પડે?

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:9
17 Iomraidhean Croise  

ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.”


બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


તે સિદકિયાને બેબિલોન લઈ જશે અને હું તેની ખબર ન લઉં ત્યાં સુધી સિદકિયા બેબિલોનમાં જ રહેશે. જો કે તમે ખાલદીઓની સામે યુદ્ધ કરશો તોપણ તમે વિજય મેળવશો નહિ.”


તમે કદાચ ખાલદીઓના સમગ્ર લશ્કરનો એવો ભારે પરાજય કરો કે જેથી તંબૂઓમાં માત્ર ઘવાયેલા માણસો જ બાકી રહે, તોપણ તેઓ ઊઠીને આ નગરને બાળી મૂકશે!”


એને રોપ્યો તો ખરો, પણ શું એ ફાલશેફૂલશે? પૂર્વના પવનો તેના પર ફૂંકાશે ત્યારે શું તે તેના સપાટાથી સુકાઇ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં જ સુકાઇ નહિ જાય?”


હવે એ દ્રાક્ષાવેલાને તો ફળદ્રુપ ભૂમિમાં મોટા જળાશય પાસે જ રોપવામાં આવ્યો હતો કે જેથી તેને ડાળીઓ ફૂટે અને તેને ફળ આવે અને તે ઉત્તમ દ્રાક્ષાવેલો બને.”


“તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો.


પણ મોશેએ કહ્યું, “તમે પ્રભુની આજ્ઞાનો ભંગ કેમ કરો છો? તમે આક્રમણમાં સફળ થશો નહિ!


Lean sinn:

Sanasan


Sanasan