Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: વિશાળ પાંખો, લાંબા પગ અને રંગબેરંગી ભરાવદાર પીંછાવાળો એક મોટો ગરુડ લબાનોનમાં આવ્યો. તેણે ગંધતરુની ટોચની ડાળખી તોડી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પ્રભુ યહોવા કહે છે કે, મોટી પાંખોવાળો તથા લાંબા પરવાળો, રંગબેરંગી પીંછાવાળો મોટો ગરૂડ લબાનોનમાં આવ્યો, બે એરેજવૃક્ષની ટોચ તેણે તોડી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓને જણાવ કે હું યહોવા, તેઓને આ કહું છું: “‘રંગબેરંગી પીંછાથી ઢંકાયેલું વિશાળ કદની પાંખોવાળું અને લાંબા નહોરોવાળું એક મોટું ગરૂડ ઊડતું ઊડતું લબાનોનના પર્વત પર આવ્યું અને તેની ઉપરથી એરેજવૃક્ષની ટોચની ડાળી લઇ ગયું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:3
20 Iomraidhean Croise  

પ્રભુએ મને મંદિરની સામે મુક્યેલી અંજીરની બે ટોપલીઓ બતાવી. બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર, યહોયાકીમના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાખીનને, તેના અધિકારીઓ, કારીગરો તથા લુહારો સહિત યરુશાલેમમાંથી કેદ કરીને બેબિલોન લઈ ગયો ત્યાર પછીની એ વાત છે.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેમ ગરુડ પોતાની પાંખો ફેલાવીને તરાપ મારે છે તેમ મોઆબ પર એક પ્રજા તૂટી પડશે.


તમારા દેવની ભયાનક મૂર્તિએ અને તમારા ઉધત અહંકારે તમને છેતર્યા છે. જો કે તમે ખડકોનાં પોલાણોમાં વસો છો અને પર્વતના શિખરે રહો છો અને ગરુડ ખૂબ ઊંચાઈએ માળો બાંધે તેમ ઊંચે વસો છો તો પણ હું તમને ત્યાંથી નીચે પાડીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


અમારો પીછો કરનારા આકાશમાંથી તરાપ મારતા ગરુડ કરતાં પણ વધુ વેગીલા હતા. તેઓ પર્વતો પર અમારી પાછળ પડયા; વેરાન પ્રદેશમાં તેમણે અમને અચાનક પકડી પાડયા.


તે તેને સોદાગરોના દેશમાં લઇ ગયો અને સોદાગરોના નગરમાં તે ડાળખી રોપી.


વિશાળ પાંખોવાળો અને ભરાવદાર પીંછાવાળો એક બીજો મોટો ગરુડ હતો. પેલા દ્રાક્ષાવેલાએ પોતાને જ્યાં રોપવામાં આવ્યો હતો તે ક્યારામાંથી પોતાનાં મૂળ અને પોતાની ડાળીઓ એ ગરુડ તરફ ફેલાવ્યાં, કે જેથી તે તેને વધારે પાણી સીંચે.


તું તો લબાનોનના સુંદર, ઘટ્ટાદાર અને ઊંચા ગંધતરુ જેવો છે. તેની ટોચ વાદળોને સ્પર્શે છે.


તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો.


“હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે.


પહેલું પ્રાણી સિંહના જેવું હતું, પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એવામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. એ પ્રાણીને ઊંચકીને તેને માણસની માફક ઊભું રાખવામાં આવ્યું. તે પછી તેને માનવી મન આપવામાં આવ્યું.


પ્રભુ કહે છે, “રણશિંગડું વગાડો, શત્રુઓ મારા દેશ પર ગરુડની પેઠે ઊતરી આવ્યા છે. મારા લોકોએ તેમની સાથે કરેલો મારો કરાર તોડયો છે અને મારા નિયમ વિરુદ્ધ બંડ પોકાર્યું છે.


તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે.


જ્યાં મડદું હોય ત્યાં જ ગીધડાં ભેગાં થવાનાં.


તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા.


જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે.


Lean sinn:

Sanasan


Sanasan