Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:21 - પવિત્ર બાઇબલ C.L.

21 એના સૈન્યના શ્રેષ્ઠ યોદ્ધાઓ લડાઇમાં માર્યા જશે અને બચી ગયેલાઓ ચારે દિશામાં વિખેરાઇ જશે, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેના નાસી ગયેલા સર્વ લોકોની બધી ટુકડીઓ તરવારથી પડશે, ને જેઓ બાકી રહેશે તેઓ ચાર દિશાએ વિખેરાઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેના નાસી ગયેલા સર્વ લોકની ટુકડી તલવારથી પડશે, બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું; હું તે બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એનાં ચુનંદા યોદ્ધાઓ યુદ્ધમાં મરી જશે અને બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઇ જશે. ત્યારે તમને ખબર પડશે કે આ હું યહોવા બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:21
17 Iomraidhean Croise  

લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તેમજ ખાલદીઓને શરણે ગયેલા બધા લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.


પણ ખાલદીઓના સૈન્યે સિદકિયા રાજાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો. તેના સઘળા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


જે ભયથી નાસી છૂટવા પ્રયત્ન કરશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંદામાં ફસાઈ જશે. કારણ, મોઆબના પતનના ઠરાવેલા સમયે હું આ બધું તેના પર લાવીશ. હું પ્રભુ આ બોલું છું.


પરંતુ ખાલદીઓના સૈન્યે સિદકિયાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો; અને તેના બધા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા.


હું તેના રાજદરબારીઓ, તેના સહાયકો અને તેના સર્વ સૈન્યને ચારે દિશામાં વિખેરી નાખીશ અને ખુલ્લી તલવારે તેમનો પીછો કરીશ.


એમ તમે જે ભીંત પર ચૂનાના લપેડા કર્યા છે તેને હું પાડી નાખીશ; તેને હું એવી તો જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઇ જશે. એ ભીંત તૂટી પડશે ત્યારે તમે બધાં તેની નીચે નાશ પામશો, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


તેથી હવે તમારાં જૂઠાં સંદર્શનો અને તમારી જૂઠી આગાહીઓનો અંત આવ્યો છે. હું મારા લોકોને તમારા અંકુશમાંથી છોડાવીશ, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.


તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ.


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


ઘેરાના દિવસો પૂરા થાય ત્યારે શહેરના મધ્ય ભાગમાં વાળનો ત્રીજો ભાગ અગ્નિમાં બાળી નાખ. પછી અન્ય ત્રીજો ભાગ લઈ શહેરની આસપાસ ફરતાં ફરતાં તેના તલવારથી ટુકડેટુકડા કરી નાખ, બાકીના ત્રીજા ભાગને તું હવામાં ઉડાવી દે, એટલે હું તેમની પાછળ ઉઘાડી તલવાર લાગુ કરી દઈશ.


ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું અને મેં કહ્યું હતું કે, ‘હું તમારા ઉપર આ આપત્તિ લાવીશ.’ ત્યારે એ કેવળ પોકળ ધમકી નહોતી.”


તમારી મધ્યે કત્લેઆમ ચાલશે ત્યારે જેઓ બચી જશે તેઓ કબૂલ કરશે કે હું પ્રભુ છું.


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan