Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુ પરમેશ્વર પોતાના સમ લઈને કહે છે: એણે મારે નામે લીધેલ સમ તુચ્છ ગણીને મારે નામે કરેલા સંધિકરારનો ભંગ કર્યો છે તેથી હું નક્કી તેનો બદલો વાળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, મારા જે સોગન તેણે તુચ્છ ગણ્યા છે, ને મારો કરાર તેણે તોડ્યો છે, તેથી હું નક્કી તેને તેનો બદલો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 આથી પ્રભુ યહોવાહ કહે છે: ‘મારા જીવનના સમ ખાઈને કહું છું કે, મારા સોગન જે તેણે તોડ્યા છે અને મારો કરાર તેણે ભાગ્યો છે? તેથી હું તેના પર શિક્ષા લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 આથી યહોવા મારા માલિક કહે છે: “હું મારા જીવનના સમ ખાઇને કહું છું કે, એણે મારે નામે લીધેલી પ્રતિજ્ઞાનો અને સંધિનો ભંગ કર્યો છે, તેનો બદલો લીધાં વગર હું નહિ છોડું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:19
14 Iomraidhean Croise  

મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા.


એમના ખૂનની શિક્ષા યોઆબ અને તેના વંશજો પર સદા રહેશે; પણ દાવિદના રાજ્યાસન પર બિરાજમાન તેના સર્વ વંશજોને પ્રભુ આબાદી બક્ષશે.”


પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ.


ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.”


જો કે તમે મારે નામે સોગંદ ખાઈને મારા પ્રત્યેની નિષ્ઠાનો દાવો કરો છો છતાં સોગંદ ખાઈને પણ તમે જૂઠું બોલો છો.”


આ બધા માટે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર શું હું વૈર ન લઉં? હું પ્રભુ એ પૂછું છું.


તારા બાળપણમાં મેં તારી સાથે કરેલો વર્તાવ તું વીસરી ગઇ છે અને તારાં કૃત્યોથી મને રોષ ચડાવ્યો છે. તેથી હું પણ તને તારાં કૃત્યોનો બદલો આપીશ. તેં તો તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત આ લંપટતા પણ આચરી છે. હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તારી સાથે તારાં કૃત્યોને છાજે એવો વ્યવહાર રાખીશ. કારણ, તેં કરાર તોડયો છે અને તેં તારી પ્રતિજ્ઞાઓનો અનાદર કર્યો છે.


પોતે લીધેલા સમ તુચ્છ ગણીને કરારનું ઉલ્લંઘન કર્યું છે અને વચન આપ્યાં છતાં એ કર્યું છે, તેથી તે બચવા પામશે નહિ.”


હું તેના પર મારી જાળ બિછાવીશ અને તેને મારા ફાંદામાં ફસાવી દઇશ. હું તેને બેબિલોનમાં લઇ જઇને સજા કરીશ. કારણ, તેણે મારી સાથે વિશ્વાસભંગ કર્યો છે.


પણ હું તેમને જીવતા જવા દઇશ નહિ કે તેમની દયા ખાઇશ નહિ કે તેમને બચાવીશ નહિ, પણ હું તેમનાં કામોનો બદલો આપીશ.”


‘તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ. કારણ, મારા નામનો નિરર્થક ઉપયોગ કરનારને હું સજા કર્યા વિના રહેતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan