Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:17 - પવિત્ર બાઇબલ C.L.

17 જ્યારે બેબિલોનના લોકો ઘણા માણસોનો સંહાર કરવા માટીના ટીંબા બાંધીને અને ખાઇઓ ખોદીને ઘેરો ઘાલશે ત્યારે ફેરો પાસે મોટું અને બળવાન લશ્કર હોવા છતાં સહાય કરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યુદ્ધમાં જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા માટે મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે તે વખતે ફારુન પોતાનું મહાન સૈન્ય તથા મોટો સમુદાય છતાં તેના લાભમાં કંઈ કરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે, ત્યારે ફારુન તથા તેનું મોટું સૈન્ય તેની મદદ કરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જ્યારે બાબિલનો રાજા યરૂશાલેમની આસપાસ ઘેરો નાખશે અને ઘણાં લોકોની હત્યા કરવા માટે લશ્કરને ઊભું કરશે ત્યારે મિસરનો રાજા ફારુન અને તેનું વિશાળ સૈન્ય ઇસ્રાએલને સહાયરૂપ બની શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:17
10 Iomraidhean Croise  

તું તો ઇજિપ્ત પર આધાર રાખે છે. પણ તે તો માણસની હથેલીમાં આરપાર ધૂસી જાય તેવી ભાંગેલી બરુની લાકડી જેવું છે. કોઈ તેના પર ટેકે તો તેને જખમ થયા વિના રહે નહિ. ઇજિપ્તનો રાજા ફેરો તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.


ખાલદીઓ અંદર પ્રવેશીને ભારે યુદ્ધ મચાવશે અને મારા કોપમાં સંહાર કરેલા માણસોના મૃતદેહોથી તેઓ એ ખંડેરોને ભરી દેશે. આ નગરના લોકોનાં દુષ્કૃત્યોને લીધે મેં મારું મુખ તેનાથી ફેરવી લીધું છે;


તે વખતે ખાલદીઓનું લશ્કર યરુશાલેમ નગરની આસપાસ ઘેરો ઘાલીને પડયું હતું; પણ જેવી તેમને જાણ થઈ કે ઇજિપ્તના રાજા ફેરોનું લશ્કર ઇજિપ્તની સરહદ વટાવી આ તરફ આવી રહ્યું છે કે તરત જ તેમણે ઘેરો ઉઠાવી લીધો.


તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું સમગ્ર લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું.


ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી.


પછી તેને ઘેરો ઘાલ, તેની ચોગરદમ ખાઈઓ બનાવ, માટીના ઢાળિયા ઊભા કર, છાવણીઓ નાખીને ચારે તરફ કોટભંજક યંત્રો ગોઠવ.


અરામનો રાજા એક કિલ્લેબંધીવાળા નગરને ઘેરો ઘાલી તેને જીતી લેશે. ઇજિપ્તના સૈનિકો લડવાનું ચાલુ રાખી શકશે નહિ; તેમના શ્રેષ્ઠ સૈનિકોમાં પણ લડવાની તાક્ત રહી નહિ હોય.


ફળ નહિ આપનારાં વૃક્ષોને કાપીને તમારો સામનો કરનાર નગરનો પરાજય કરવાને મોરચા બાંધવા તમે તેમનો ઉપયોગ કરી શકો છો.


Lean sinn:

Sanasan


Sanasan