Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તું આ બંડખોર ઇઝરાયલીઓને પૂછ: “તમે આનો અર્થ સમજો છો? તેમને કહે કે બેબિલોનનો રાજા યરુશાલેમ આવ્યો અને એ યરુશાલેમના રાજાને અને તેના અધિકારીઓને બંદી બનાવીને પોતાની સાથે બેબિલોનમાં લઇ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “હવે બંડખોર લોકોને તું કહે કે, આ વાતોનો શો અર્થ છે તે શું તમે નથી જાણતા? આ વાતોનો શો અર્થ‌ છે તે શું તમે નથી જાણતા? તેઓને કહે કે, જો બાબિલનો રાજા યરુશાલેમ આવીને ત્યાંના રાજાને તથા ત્યાંના સરદારોને પકડીને પોતાની પાસે બાબિલમાં લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા રાજકુમારોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “તું તે બંડખોરોની જમાતને પૂછ; તમને આનો અર્થ સમજાય છે? તું એમને સમજાવ કે બાબિલનો રાજા યરૂશાલેમ આવીને રાજાને અને આગેવાનોને પોતાના નગર બાબિલમાં ઉપાડી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:12
30 Iomraidhean Croise  

યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા.


જ્યારે તમારાં બાળકો તમને પૂછે કે, ‘આ વિધિનો અર્થ શો છે?’


પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.


શૂરવીરો, સૈનિકો, રાજ્યર્ક્તાઓ, સંદેશવાહકો, જોષીઓ, વડીલો,


તારા પોતાના વંશજોમાંથી પણ કેટલાકને લઈ જવામાં આવશે અને બેબિલોનના રાજાના મહેલમાં તેમને વ્યંડળ બનાવીને તેમની પાસે સેવા કરાવાશે.”


બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહોયાકીમના પુત્ર કોન્યાને બદલે યોશિયાના પુત્ર સિદકિયાને રાજા બનાવ્યો અને તેણે યહૂદિયા પર રાજ કર્યું.


યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે, છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા. સિદકિયા રાજાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો,


એ તો યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં મહિનાની પાંચમી તારીખ હતી.


પછી પ્રભુનો સંદેશ મને મળ્યો:


તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: વિશાળ પાંખો, લાંબા પગ અને રંગબેરંગી ભરાવદાર પીંછાવાળો એક મોટો ગરુડ લબાનોનમાં આવ્યો. તેણે ગંધતરુની ટોચની ડાળખી તોડી લીધી.


હે મનુષ્યપુત્ર, મારું કહેવું સાંભળ. એ બંડખોરોની જેમ તું બંડખોર થઈશ નહિ. તારું મોં ઉઘાડ ને હું જે તને આપું છું તે ખા.”


લોકોએ મને પૂછયું, “તું શા માટે એ પ્રમાણે વર્તે છે?”


હું તને ચકમકના ખડક જેવો સખત અને હીરા જેવો કઠણ બનાવીશ. તેઓ બળવાખોર પ્રજા હોવા છતાં ત્યારે તેમનાથી બીવું નહિ, તેમ જ ગભરાવું પણ નહિ.”


તારા લોક તને તેનો અર્થ પૂછે,


ઈસુએ તેમને પૂછયું, તમને આ બધું સમજાય છે? તેમણે જવાબ આપ્યો, હા.


હું તમારી સાથે રોટલી વિષે વાત કરતો નથી તેની તમને સમજ કેમ પડતી નથી? ફરોશીઓ અને સાદૂકીઓના ખમીર વિષે સાવધ રહો!


પછી ઈસુએ તેમને કહ્યું, “તમે આ ઉદાહરણ સમજી ન શકો, તો પછી તમે બીજાં ઉદાહરણો કેવી રીતે સમજી શકશો? વાવનાર એટલે ઈશ્વરનો સંદેશો લાવનાર.


પણ તેઓ એ વાતનો અર્થ સમજ્યા નહિ. તેઓ તે સમજી શકે નહિ માટે તે વાત તેમનાથી ગુપ્ત રાખવામાં આવી હતી, અને એ અંગે તેઓ ઈસુને પૂછતાં ગભરાતા હતા.


ફિલિપ દોડવા લાગ્યો અને અધિકારીને સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી વાંચતો સાંભળીને પૂછયું, “તમે જે વાંચો છો, તે સમજો છો?”


“ભવિષ્યમાં તમારાં બાળકો તમને આમ પૂછશે: ‘આપણા ઈશ્વર પ્રભુએ આ બધાં સાક્ષ્યવચનો, ધારાધોરણો અને નિયમનોનું પાલન કરવાનું શા માટે ફરમાવ્યું હતું?”


તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ભવિષ્યમાં તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે?


એ પથ્થરો પ્રભુના આ અદ્‍ભુત કાર્યની લોકોને યાદ આપશે. ભવિષ્યમાં તમારાં છોકરાં તમને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે,


Lean sinn:

Sanasan


Sanasan