Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 17:10 - પવિત્ર બાઇબલ C.L.

10 એને રોપ્યો તો ખરો, પણ શું એ ફાલશેફૂલશે? પૂર્વના પવનો તેના પર ફૂંકાશે ત્યારે શું તે તેના સપાટાથી સુકાઇ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં જ સુકાઇ નહિ જાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હા, જુઓ, રોપાયું, પણ શું તે ફાલશે? પૂર્વનો વાયુ લાગતાં શું તે છેક ચીમળાઈ નહિ જશે? જે ક્યારામાં તે ઊગ્યું હતું તેમાં જ તે ચીમળાઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો? જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એને રોપ્યો છે એ ખરું, પણ એ ફૂલશેફાલશે ખરો? જ્યારે પૂર્વના પવનો વાશે ત્યારે એ સુકાઇ નહિ જાય? જે બગીચામાં એ ઊગ્યો છે ત્યાં ને ત્યાં એ ચીમળાઇ નહિ જાય?”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 17:10
12 Iomraidhean Croise  

પછી અનાજનાં બીજાં સાત કણસલાં ફૂટી નીકળ્યાં; તે પાતળાં અને પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં હતાં.


તે સિદકિયાને બેબિલોન લઈ જશે અને હું તેની ખબર ન લઉં ત્યાં સુધી સિદકિયા બેબિલોનમાં જ રહેશે. જો કે તમે ખાલદીઓની સામે યુદ્ધ કરશો તોપણ તમે વિજય મેળવશો નહિ.”


“એ સમયે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને કહેવામાં આવશે: રણની ઉજ્જડ ટેકરીઓ પરથી લૂ સીધેસીધી મારા લોક પર ફૂંકાવાની છે; તે અનાજ ઉપણવા માટે કે સાફ કરવા માટે નહિ, પણ દઝાડવા માટે વપરાશે.


પછી પ્રભુનો સંદેશ મને મળ્યો:


તો હવે તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ પૂછે છે: “શું તે દ્રાક્ષાવેલો ફાલશે-ફૂલશે? શું પ્રથમ ગરુડ એને સમૂળગો ઉખેડી નહિ નાખે? તે તેને ઉખેડી નાખશે અને તેની દ્રાક્ષો વીણી લેશે; જેથી તે દ્રાક્ષાવેલો તેના બધાં પાંદડા સહિત ચીમળાઇ જશે.


એફ્રાઈમના લોકો આખો દિવસ નકામાં અને નુક્સાનકારક કામોમાં રચ્યાપચ્યા રહે છે. દગાખોરી અને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેઓ આશ્શૂર દેશ સાથે કરાર કરે છે અને ઇજિપ્તમાં તેલની ખંડણી મોકલે છે.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


માર્ગની બાજુએ અંજીરી હતી. તે તેની નજીક ગયા, પણ એકલાં પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ. તેથી ઈસુએ અંજીરીને કહ્યું, હવેથી તારા પર કદી ફળ લાશે નહિ. તરત જ તે અંજીરી સુકાઈ ઈ.


બીજે દિવસે વહેલી સવારે રસ્તે જતાં તેમણે પેલી અંજીરી જોઈ. તે સમૂળગી સુકાઈ ગઈ હતી.


જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે.


તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે.


Lean sinn:

Sanasan


Sanasan