Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મેં પાણી લઇ તને નવડાવી, તારા દેહ પરથી તારું લોહી ધોઇ નાખ્યું, ને તને ઓલિવતેલ ચોળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે મેં તને પાણીથી નવડાવી. હા, મેં તારા પરથી તારું લોહી તદ્દન ધોઈ નાખ્યું, ને મેં તને તેલ ચોળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મેં તને પાણીથી નવડાવી અને તારા પરથી તારું લોહી ધોઈ નાખ્યું, મેં તને તેલ લગાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “‘ત્યાર પછી મેં તને પાણીથી નવડાવી અને તારું લોહી ધોઇ નાખ્યું અને મેં તારા શરીર પર જૈતતેલ ચોપડ્યું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:9
16 Iomraidhean Croise  

મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!


મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે.


મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં અને તને સુંદર ચામડાની મોજડીઓ આપી. મેં તને અળસીરેસાનો શ્વેત દુપટ્ટો બાંધ્યો અને તને રેશમી વસ્ત્ર પહેરાવ્યાં.


તું જન્મી તે દિવસે કોઈએ તારી નાળ કાપી નહોતી. પાણીથી નવડાવીને તને સ્વચ્છ કરી નહોતી, કોઈએ તને મીઠું ચોળ્યું નહોતું કે તને વસ્ત્રમાં લપેટી નહોતી.


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


મોશેને અનુસરતાં વાદળ અને સમુદ્રમાં તેમનું બાપ્તિસ્મા થયું હતું.


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


એ ઈશ્વરે જ ખ્રિસ્ત પ્રત્યેની નિષ્ઠામાં તમને અને અમને દૃઢ કર્યા છે, અને આપણો અભિષેક કર્યો છે.


પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


માટે નાહીધોઈને તથા અત્તર લગાવીને તેમ જ સારામાં સારાં વસ્ત્ર પહેરીને તું અનાજના ખળાએ જા. પરંતુ તે ખાઈપી રહે ત્યાં સુધી તેને તારી ખબર પડવા દઈશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan