Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ખેતરમાં ઊગી નીકળતા છોડની જેમ મેં તને ઉછેરી. તું પુખ્ત બની અને તારી યૌવનાવસ્થા ખીલી ઊઠી, તારાં સ્તન પણ વિકસ્યાં ને તારા વાળ ઊગ્યા, તેમ છતાં હજી તું તો સાવ નાગી ઉઘાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મેં તારી સંખ્યા ખેતરની ફસલ જેટલી વધારી, ને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, ને તેં સૌદર્ય સંપાદન કર્યું. તારાં સ્તન પણ ઊપસી આવ્યાં, ને તારા વાળ વધ્યા; તેમ છતાં તું નગ્ન તથા ઉઘાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી અને તું મોટી થતી થતી યુવાનીમાં પ્રવેશી. તારાં સ્તન ભરાવદાર થયાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નગ્નાવસ્થામાં હતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:7
28 Iomraidhean Croise  

હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


યાહે આપણા પૂર્વજ યાકોબને પોતાને માટે અને ઇઝરાયલ લોકને પોતાની ખાસ સંપત્તિ તરીકે પસંદ કર્યા.


ઈશ્વરે બીજી કોઈ પ્રજા સાથે આવો વ્યવહાર રાખ્યો નથી; તેઓ તેમના ચુકાદા જાણતા નથી. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સમગ્ર વિશ્વ યાહવેની સ્તુતિ કરો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


ઈશ્વરે પોતાના લોકોને શક્તિમાન બનાવ્યા છે; જેથી તેમના સર્વ સંતો, એટલે, તેમના પ્રિય ઇઝરાયલ લોક તેમની સ્તુતિ કરે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


પણ તેમના વંશજ ઇઝરાયલીઓ સફળ થઈને વૃદ્ધિ પામ્યા અને સંખ્યામાં અને શક્તિમાં એટલા તો વધી ગયા કે તેમનાથી આખો ઇજિપ્ત દેશ ભરપૂર થઈ ગયો.


ઇઝરાયલી લોકો રામસેસથી સુક્કોથ જવા પગપાળા ચાલી નીકળ્યા. સ્ત્રીઓ અને બાળકો સિવાય તેઓ આશરે છ લાખ પુરુષો હતા.


પ્રત્યેક ઇઝરાયલી સ્ત્રીએ પોતાની પડોશણ કે તેના ઘરમાં રહેતી સ્ત્રી પાસેથી સોનાચાંદીના દાગીના અને વસ્ત્રો માગી લેવાં અને તમારે તે તમારાં છોકરાંને પહેરાવવાં. એ રીતે તમે ઇજિપ્તીઓને લૂંટી શકશો.”


તારાં બે સ્તન કમળકુંજમાં ચરતાં સાબરીનાં બચ્ચાંની જોડ જેવાં છે.


હું દીવાલ છું અને મારાં સ્તન તેના બુરજો છે. મારો પ્રીતમ જાણે છે કે મને તેનાથી શાંતિ અને સંતોષ મળે છે.


અમારે એક નાની બહેન છે; તેનાં સ્તન હજી ઉપસ્યાં નથી. જ્યારે તેનું માગું આવશે ત્યારે અમે શું કરીશું?


હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


તું પ્રભુના હાથમાં શોભાયમાન તાજ અને તેમની હથેલીમાં રાજવી મુગટ બની રહીશ.


તેં તારાં વસ્ત્રોનો ઉપયોગ કરી તારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો સજાવ્યાં અને ત્યાં વેશ્યાની જેમ દરેક સાથે વ્યભિચાર કર્યો. આવું તો કદી બન્યું નથી કે બનવાનું નથી.


તારાં આ ધિક્કારપાત્ર કૃત્યો અને વ્યભિચાર કરતી વખતે તને કદી તારું બાળપણ યાદ ન આવ્યું કે, જ્યારે તું નાગી ઉઘાડી તારા પોતાના લોહીમાં આળોટતી હતી.”


તારી પાસે થઇને જતાં મેં તને તારા પોતાના જ લોહીમાં લથપથ થઇને આળોટતી જોઇ; તું તો લોહીમાં આળોટતી હતી તોયે મેં તને કહ્યું, ‘જીવી જા.’


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


“ઈશ્વરે અબ્રાહામને આપેલું વચન પાળવાનો સમય પાસે આવ્યો ત્યારે ઇજિપ્તમાં આપણા લોકોની સંખ્યા ખૂબ જ વધી હતી.


તમારા ઈશ્વર પ્રભુએ તમારી વંશવૃધિ કરી છે અને આજે તો તમે આકાશના તારાઓની જેમ અસંખ્ય થયા છો.


તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમારી સંખ્યા હજારગણી વધારો અને તમને આશીર્વાદ આપો!


બીજી પ્રજા ગમે તેટલી મહાન હોય તો પણ આજે હું જે નિયમસંહિતા રજુ કરું છું એના જેવા અદલ નિયમો તથા ફરમાનો તેમની પાસે નથી.


Lean sinn:

Sanasan


Sanasan