Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:57 - પવિત્ર બાઇબલ C.L.

57 આજે તો અદોમની પુત્રીઓ અને તેની પડોશની પલિસ્તીઓની પુત્રીઓ તારી હાંસી ઉડાવે છે અને તારી આસપાસના સર્વ લોકો તને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

57 અરામની પુત્રીઓ તથા તેની આસપાસની સર્વ પલિસ્તિઓની પુત્રીઓ જેઓ ચોતરફ તને ધિક્કારે છે તેઓએ તારું અપમાન કર્યું તે વખતે તારી પુષ્ટતા પ્રગટ થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

57 પણ હવે અરામની દીકરીઓ અને પલિસ્તીઓની દીકરીઓ જેઓ ચારેબાજુ તને ધિક્કારે છે, તેઓએ તારું અપમાન કર્યું ત્યારે તારી દુષ્ટતા પ્રગટ થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

57 આજે હવે અરામ અને પલિસ્તી લોકો તારી હાંસી ઉડાવે છે અને તારી આસપાસના બધા જ લોકો તને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:57
24 Iomraidhean Croise  

તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


આહાઝ મરણ પામ્યો તે વર્ષમાં આ સંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો:


ઉઝિયાના પુત્ર યોથામનો પુત્ર આહાઝ યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના પુત્ર પેકાએ યરુશાલેમ પર આક્રમણ કર્યું, પણ તેઓ તેને જીતી શક્યા નહિ.


સિયોનને તેના પાપની સજા પૂરી થઈ છે. પ્રભુ આપણને બંદીવાસમાં વધુ સમય રાખશે નહિ. પણ હે અદોમ, પ્રભુ તને સજા કરશે; તે તારાં પાપ ખુલ્લાં કરશે.


તેથી મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે અને તારી ખોરાકીનો નિયત હિસ્સો ઘટાડી દીધો છે. મેં તને તારા શત્રુ એટલે પલિસ્તી કન્યાઓના હાથમાં સોંપી દીધી હતી. તેઓ પણ તારા લંપટ આચરણથી શરમાઇ ગઇ છે.


તારી દુષ્ટતા ખુલ્લી પડી ગઇ તે પહેલાં તારી મગરુરીના સમયમાં તારી બહેન સદોમનું નામ પણ તારા મુખમાં મજાકરૂપ હતું.


હું પ્રભુ પરમેશ્વર કહું છું કે સૌની આગળ તમારા અપરાધ ખુલ્લા પડી ગયા છે. તમારા પ્રત્યેક કાર્યમાં તમારાં પાપ પ્રગટ થાય છે. તમે દોષિત માલૂમ પડયા છો, તેથી હું તમને તમારા શત્રુઓના હાથમાં સોંપી દઇશ.


તેં કરેલાં ખૂનો માટે તું દોષિત છે અને તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયેલ છે; એટલે, તારા વિનાશનો સમય આવી પહોંચ્યો છે. તેથી મેં તેને બધી પ્રજાઓની દષ્ટિમાં નિંદાપાત્ર અને સર્વ દેશની દષ્ટિમાં હાંસીપાત્ર બનાવ્યું છે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “તું તારી બહેનના પ્યાલામાંથી પીશે. તે પ્યાલો મોટો અને ઊંડો છે. એમાં જે ઘણુંબધું ભરેલું છે તેને લીધે બધાં તારી હાંસી કરશે અને તારી મજાક ઉડાવશે.


અરામના લોકો તારો વિવિધ જાતનો માલ ખરીદતા અને બદલામાં તને નીલમ, જાંબુડિયા રંગનું કાપડ, બુટ્ટાદાર વસ્ત્રો, બારીક શણ, પરવાળાં અને માણેક આપતા હતા.


હું તને ખંડિયેર બનાવી દઈશ, અને તને તારી આસપાસની પ્રજાઓમાં અને તારી પાસે થઈને જનારા સર્વની દષ્ટિમાં નિંદાપાત્ર બનાવી દઈશ.


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


અને તેની લાજ ઢાંકવાને આપેલાં ઊન અને અળસીરેસા હું ખૂંચવી લઈશ. તેના આશકોના દેખતાં હું તેની લાજ ઉઘાડી પાડીશ, અને મારા હાથમાંથી તેને કોઈ છોડાવી શકશે નહિ.


“જ્યારે જ્યારે હું ઇઝરાયલી પ્રજાને સાજા કરવા ઇચ્છતો ત્યારે ત્યારે મેં એફાઈમની દુષ્ટતા અને સમરૂનનાં ભૂંડાં કામો જ જોયાં છે. તેઓ એકબીજાને દગો દે છે, તેઓ ઘરમાં ધૂસી જઈને ચોરી કરે છે, તેઓ લોકોને શેરીઓમાં લૂંટે છે.


એવો સમય આવે છે, જ્યારે હું તારા પર જુલમ ગુજારનારાને શિક્ષા કરીશ. હું સર્વ અપંગોને છોડાવીશ અને તેમને દેશનિકાલીમાંથી વતનમાં લાવીશ. હું તેમની શરમને કીર્તિમાં ફેરવી દઈશ અને આખી દુનિયા તેમની પ્રશંસા કરશે.


બલામે પોતાને પ્રભુ તરફથી મળેલી વાણી કહી સંભળાવી. “મોઆબનો રાજા બાલાક મને અરામથી, પૂર્વની પર્વતમાળામાંથી બોલાવી લાવ્યો છે. તેણે કહ્યું, ‘આવ, અને યાકોબના વંશજોને શાપ દે; આવ, અને ઇઝરાયલીઓને ધૂત્કાર.’


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


Lean sinn:

Sanasan


Sanasan