Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આમાંનું કંઇપણ કરવા પૂરતી સહાનુભૂતિ કોઈએ તારા પ્રત્યે દર્શાવી નહોતી, પણ તું જન્મી ત્યારે તને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. કારણ, ત્યારે તારી દશા નફરતજનક હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 આમાંનું કંઈ પણ કરવાની કોઈએ તારા પર કૃપાર્દષ્ટિ કેઈ નહોતી; પણ તું જન્મી તે દિવસે તને ખુલ્લા મેદાનમાં નાખી દીધી હતી, કેમ કે તારું સ્વરૂપ કંટાળો આવે એવું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આમાંનુ કોઈ પણ કામ કરવાની કોઈએ તારા પર કૃપાદ્રષ્ટિ કરી નહિ. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 કોઇને તારામાં સ્હેજ પણ રસ ન હતો; તારા પર દયા કરે અને તારી કાળજી લે તેવું કોઇ નહોતું. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત અને તજાયેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:5
13 Iomraidhean Croise  

તેથી તેણે અબ્રાહામને કહ્યું, “આ દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકો, કારણ, એ દાસીનો પુત્ર મારા પુત્ર ઇસ્હાક સાથે વારસ થઈ શકે નહિ.”


છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હિબ્રૂઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી.


તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.


ગધેડાને છાજે એવી તેની અંતિમવિધિ થશે, એટલે કે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.


રુદનને લીધે મારી આંખોનું તેજ ઘટી ગયું છે, અને મારું દિલ દુ:ખી છે. મારા લોકની પાયમાલી થઈ છે અને તેના દુ:ખમાં હું નિર્ગત થઈ ગયો છું. શહેરના માર્ગો પર કિશોરો અને નાનાં બાળકો મૂર્છા પામે છે.


આખી રાત પ્રભુને વારંવાર પોકાર, તારાં બાળકો પર તે દયા દાખવે તે માટે તારું હૃદય ખોલીને પોકાર કર; કારણ, રસ્તાઓ પર તારાં બાળકો ભૂખે મરે છે.


મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.


વરુ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોક પોતાનાં બાળકો પ્રત્યે શાહમૃગ જેવા નિર્દયી થયા છે.


તારી પાસે થઇને જતાં મેં તને તારા પોતાના જ લોહીમાં લથપથ થઇને આળોટતી જોઇ; તું તો લોહીમાં આળોટતી હતી તોયે મેં તને કહ્યું, ‘જીવી જા.’


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


જો કોઈ તંબૂની બહાર, તલવારથી અથવા કુદરતી રીતે મરી ગયેલા મૃતદેહનો સ્પર્શ કરે અથવા માણસના હાડકાંને કે કબરને અડકે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


‘પ્રભુએ રણમાં, વેરાન અને વિકટ પ્રદેશમાં તેમનું પોષણ કર્યું, તેમણે ચોતરફથી રક્ષણ કર્યું અને સંભાળ લીધી. પોતાની આંખની કીકીની જેમ તેમનું જતન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan