Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:30 - પવિત્ર બાઇબલ C.L.

30 પ્રભુ પરમેશ્વર કહે છે કે, “તું કેવી કામાતુર મનની છે. એક નિર્લજ્જ વેશ્યાની જેમ તેં આ બધું કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પ્રભુ યહોવા કહે છે કે, તું આ સર્વ કૃત્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનું કામ કરે છે, માટે તારું હ્રદય કેવું નિર્બળ છે કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 “તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? “એવું પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તેથી યહોવા મારા માલિક કહે છે કે, તારું હૃદય કેટલું દુષ્ટ છે કે તું આવાં કામ કર્યા કરે છે. તું સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રી છે.” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:30
14 Iomraidhean Croise  

કારણ, તેમનાં હૃદય ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન નહોતાં અને ઈશ્વરે તેમની સાથે કરેલા કરારમાં તેઓ વફાદાર નહોતા.


આમ, પોતાનાં ઘણાં પ્રલોભનોથી તેણે તેને લલચાવ્યો, અને પોતાના મોહક શબ્દોથી તેને ફોસલાવ્યો,


પણ મૂર્ખાઈ તો ચંચળ, નિર્લજ્જ અને અજ્ઞાન સ્ત્રી સમાન છે.


બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાડો જાણે છે, પણ મારા ઇઝરાયલી લોકને એટલુંય ભાન નથી. તેઓ કંઈ જ સમજતા નથી.


તેમના ચહેરા પરનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. તેઓ પોતાનું પાપ સંતાડતા નથી, પણ સદોમની માફક તેનું પ્રદર્શન કરે છે. તેમની કેવી દુર્દશા થશે! તેમણે જાતે જ આપત્તિ વહોરી લીધી છે.


પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે?


તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી!


પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


તેં વેપારીઓના દેશ બેબિલોનના રહેવાસીઓ સાથે પણ વ્યભિચાર કર્યો, છતાં તું ધરાઇ નહિ.”


હે ઇઝરાયલના લોકો, વિધર્મીઓની જેમ ઉત્સવ ઉજવવાનું બંધ કરો. તમે તમારા ઈશ્વર પાસેથી ભટકી જઈને તેમને બેવફા નીવડયા છો. તમે સમગ્ર દેશમાં દેવદાસીઓની જેમ બઆલને વેચાયા છો, અને એના તરફથી જ અનાજ મળે છે એમ ધારીને તમે તે ઇચ્છયું છે.


Lean sinn:

Sanasan


Sanasan