Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:23 - પવિત્ર બાઇબલ C.L.

23-24 પ્રભુ પરમેશ્વર કહે છે: “તને ધિક્કાર છે! તારી કેવી દુર્દશા થશે! એ તારી બધી દુષ્ટતા પછી પણ તેં તારે માટે ચોતરો બંધાવ્યો છે, પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તારી સર્વ દુષ્ટતા પછી એવું બન્યું છે કે (અફસોસ, પ્રભુ યહોવા કહે છે કે, તને અફસોસ!)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 “માટે, તારી સર્વ દુષ્ટતાને કારણે, પ્રભુ યહોવાહ આમ કહે છે, અફસોસ, તને અફસોસ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 યહોવા મારા માલિક કહે છે, “તેથી તારા બધા ખરાબ કૃત્યોના લીધે તારી પર આફત આવશે, ચૂકાદો આવી ગયો છે,

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:23
12 Iomraidhean Croise  

કારણ, મેં તારા લોકોનાં શરમજનક કાર્યો જોયાં છે; એટલે કે, તેમનાં વ્યભિચારી કામો, વાસનાભર્યા ખોંખારા તથા ટેકરીઓ પર અને ખેતરોમાં તેમનાં દુષ્કૃત્યો મેં જોયાં છે. તારા લોકોની કેવી દુર્દશા! તેઓ શુદ્ધ થવા ચાહતા નથી. ક્યાં સુધી તારી આવી દશા રહેશે?”


તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હે સ્ત્રીઓ, તમારું આવી બન્યું છે! તમે માણસોનાં કાંડાએ તાવીજો બાંધો છો અને વિવિધ કદના માણસોના માથે બાંધવાના જાદુઈ રુમાલ બનાવો છો, અને એમ તમે તેમનો શિકાર કરો છો! તમે તમારા લાભમાં મારા લોકના જીવના ભોગે તમારા જીવ બચાવો છો?


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: કંઈ પણ સંદર્શન ન થયું હોવા છતાં પોતાના મનથી ઉપજાવી કાઢેલો સંદેશ કહેનારા એ સંદેશવાહકોની કેવી દુર્દશા થશે!


તારાં આ ધિક્કારપાત્ર કૃત્યો અને વ્યભિચાર કરતી વખતે તને કદી તારું બાળપણ યાદ ન આવ્યું કે, જ્યારે તું નાગી ઉઘાડી તારા પોતાના લોહીમાં આળોટતી હતી.”


તેમણે તે મારી આગળ ખુલ્લો કર્યો. તે બન્‍ને બાજુએ લખેલો હતો. તે વિલાપના, શોકના અને સંકટ સમયના નિસાસાથી ભરેલો હતો.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “આ ખૂની નગરની અંતઘડી આવી પહોંચી છે. એ તો જે કદી સાફ કરવામાં નહિ આવેલી તથા કટાઈ ગયેલ દેગ જેવું છે. તેમાંથી માંસના એક પછી એક એમ બધા ટુકડા બહાર કાઢવામાં આવે છે.


હે બંડખોર, ભ્રષ્ટાચારી અને જુલમી નગરી, તારી તો કેવી દુર્દશા થશે.


ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત.


તેથી ઓ સ્વર્ગ, અને સર્વ સ્વર્ગવાસીઓ હર્ષનાદ કરો! પણ પૃથ્વી અને સમુદ્ર તમને હાયહાય! કારણ, રોષે ભરાયેલો શેતાન તમારે ત્યાં ઊતરી આવ્યો છે અને તેને ખબર છે કે તેનો સમય પૂરો થવા આવ્યો છે.”


પછી મેં જોયું તો ઊંચે આકાશમાં એક ઊડતા ગરુડને મેં મોટે અવાજે બોલતાં સાંભળ્યું: બાકીના ત્રણ દૂતો રણશિંગડાં વગાડે ત્યારે તેના નાદને લીધે પૃથ્વી પર વસનારાઓને અફસોસ! અફસોસ! અફસોસ!


Lean sinn:

Sanasan


Sanasan