Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 15:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ. જોકે તેઓ અગ્નિમાંથી બહાર નીકળી જશે તોપણ અગ્નિ તેઓને બાળી નાખશે. જ્યારે હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હું તેઓની વિરુદ્ધ થઇ જઇશ, તેઓ એક આગમાંથી બચી જશે તોપણ તેઓ બીજી વારની આગમાં બળી મરશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 15:7
22 Iomraidhean Croise  

હઝાએલની તલવારથી મોત પામતાં જે બચી જશે તે યેહૂની તલવારથી માર્યો જશે અને યેહૂની તલવારથી મોત પામતાં જે બચી જશે તેનો સંહાર એલિશા કરી નાખશે.


પરંતુ પ્રભુ દુરાચારીઓની વિરુદ્ધ છે, અને તે પૃથ્વી પરથી તેમનું સ્મરણમાત્ર ભૂંસી નાખે છે.


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


જે કોઈ ભયના ભણકારાથી ભાગી છૂટશે તે ખાડામાં પડશે, અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળી જશે તે ફાંદામાં ફસાઈ પડશે. આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડશે અને ભૂમિના પાયા હાલી ઊઠશે.


કારણ, મેં આ નગરને બચાવવાનું નહિ, પણ તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. તેને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે તેને બાળીને ખાક કરી દેશે. હું પ્રભુ આ બોલું છું.”


તમે તમારા ઇઝરાયલ દેશની હદમાં જ તલવારનો ભોગ થઇ પડશો. હું તમને એ રીતે સજા કરીશ ત્યારે તમને સૌને ખબર પડશે કે હું પ્રભુ છું.


હું તેની વિરુદ્ધ થઇ જઇશ અને બીજાઓને દાખલો બેસાડવા તેને કહેવતરૂપ બનાવી દઇશ અને હું તેને મારા લોકમાંથી કાઢી મૂકીશ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


આથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “જેમ વનનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનાં લાકડાં અગ્નિ પેટાવવાને વપરાય છે તેમ હું યરુશાલેમના લોકોને સજા ફટકારીશ.


પણ તેને રોષપૂર્વક ઉખેડી નાખી જમીનદોસ્ત કરી દેવામાં આવી. પૂર્વના પવને તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. તે સુકાઇ ગઇ અને અગ્નિમાં બળી ગઇ.


હું તમારામાંથી બંડખોરોને અને અપરાધીઓને દૂર કરીશ; અત્યારે તેઓ જ્યાં રહે છે તે દેશોમાંથી તો હું તેમને બહાર કાઢી લાવીશ, પણ તેમને ઇઝરાયલના દેશમાં પ્રવેશવા દઇશ નહિ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


વળી, હું તમને ઇઝરાયલ દેશમાં એટલે કે જે દેશ તમારા પૂર્વજોને આપવાના મેં સમ ખાધા હતા તેમાં પાછા લાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


હે ઇઝરાયલ, જ્યારે હું તમારી સાથે તમારાં દુષ્ટ અને અધમ આચરણ અનુસાર નહિ વર્તતાં મારા નામને શોભે એવો વર્તાવ કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


હું લોકોને તેમનાં ઘૃણાજનક કાર્યોને કારણે સજા કરીશ અને દેશને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


તેથી પ્રભુ પરમેશ્વર કહે છે, “હું પોતે પણ તારી વિરુદ્ધ છું અને બધી પ્રજાઓનાં દેખતાં હું તારા પર ન્યાયશાસન લાવીશ.


તમારી મધ્યે કત્લેઆમ ચાલશે ત્યારે જેઓ બચી જશે તેઓ કબૂલ કરશે કે હું પ્રભુ છું.


હું તારી દયા ખાઈશ નહિ કે તને છોડી દઈશ નહિ. હું તારાં આચરણ અનુસાર અને તારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તને શિક્ષા કરીશ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”


“ જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી રક્ત સહિત માંસ ખાશે તો હું પ્રભુ તેની વિરુદ્ધ થઇ જઈશ અને હું તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરીશ.


હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો.


કોઈ માણસ સિંહથી નાસી છૂટે પણ તેને રીંછનો ભેટો થઈ જાય, અથવા ઘરમાં નાસી આવે અને દીવાલે હાથ ટેકવે તો સાપ કરડે એવો દિવસ એ હશે.


Lean sinn:

Sanasan


Sanasan