Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 15:6 - પવિત્ર બાઇબલ C.L.

6 આથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “જેમ વનનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનાં લાકડાં અગ્નિ પેટાવવાને વપરાય છે તેમ હું યરુશાલેમના લોકોને સજા ફટકારીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને [અગ્નિને] હવાલે કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આથી યહોવા મારા માલિક કહે છે; જેમ મેં દ્રાક્ષાવેલને લાકડા કરતાં વધારે બિનઉપયોગી બનાવ્યું છે, અગ્નિમાં ઇંધણ તરીકે વપરાતા કોઇ પણ લાકડાં કરતા પણ બિન ઉપયોગી, તે પ્રમાણે હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 15:6
17 Iomraidhean Croise  

તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ.


વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


યરુશાલેમ અને યહૂદિયાનાં બધાં નગરો, તેમના રાજવીઓ અને અધિકારીઓને મેં તે પીવડાવ્યો જેથી તેઓ વેરાન થઈને લોકોની દષ્ટિમાં ભયાનક, આઘાતજનક અને શાપરૂપ બની જાય અને આજે પણ તેઓ એવા જ છે.


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


“હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવેલાની ડાળીનું લાકડું વનનાં અન્ય વૃક્ષોનાં લાકડાં કરતાં ચડિયાતું છે?


એ તો માત્ર અગ્નિ પેટાવવાના જ કામનું છે. અગ્નિમાં તેના બન્‍ને છેડા સળગી ઊઠે છે અને વચલો ભાગ પણ બળી જાય છે. તો પછી એ કોઇ ઉપયોગમાં આવે ખરું?


તે બળ્યા વગરનું આખું હતું ત્યારે જ કશા કામનું નહોતુ, તો પછી અગ્નિમાં બળી ગયા પછી તે શા કામમાં આવે?”


હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


Lean sinn:

Sanasan


Sanasan