Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેથી તું તેમની સાથે વાત કરીને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કોઇ ઇઝરાયલી પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે જાય તો હું પોતે તેને તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેથી તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે ઇઝરાયલના લોકોનો જે માણસ પોતાના હ્રદયમાં પોતાની મૂર્તિ સંઘરી રાખે છે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકીને પ્રબોધક પાસે આવે છે, તે દરેકને હું યહોવા તેની દુષ્ટતાના પ્રમાણમાં એટલે તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં, ઉત્તર આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એ માટે તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: ઇઝરાયલ લોકોનો દરેક માણસ જે પોતાના હૃદયમાં મૂર્તિ સંઘરી રાખે છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકે છે અને જે પ્રબોધક પાસે આવે છે, તેને હું યહોવાહ તેની મૂર્તિઓની સંખ્યા પ્રમાણે જવાબ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે: ઇસ્રાએલમાં જેઓ અપવિત્ર મૂર્તિઓની પૂજા કરે છે અને પછી મારી મદદને માટે વિનંતી કરવા પ્રબોધક પાસે આવે છે, હું તેમને કહીશ કે તમારી અપવિત્ર મૂર્તિ પાસે મદદ માંગવા જાવ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:4
12 Iomraidhean Croise  

અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.”


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


તેથી તો તેમના પ્રત્યે કેવો વ્યવહાર કરવો તે હું પસંદ કરીશ અને તેમના પર ભયાનક આફત લાવીશ. મેં હાંક મારી ત્યારે કોઈએ જવાબ આપ્યો નહિ અને હું બોલ્યો ત્યારે કોઈએ તે પર ધ્યાન આપ્યું નહિ. તેમણે તો મારી દષ્ટિમાં દુષ્ટ ગણાતાં કામો કર્યાં છે અને મને નારાજી થાય તેવી બાબતો પસંદ કરી છે.”


“હે મનુષ્યપુત્ર, આ માણસોનાં મન તેમની મૂર્તિઓમાં પરોવાયેલાં છે. તેમને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું તેઓ ધ્યાન ધરે છે. તો પછી શા માટે મારે તેમની પૂછપરછનો કોઈ પ્રત્યુત્તર આપવો?


આથી તું ઇઝરાયલી લોકને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પાપથી પાછા ફરો, તમારી ઘૃણિત મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારાં ધિક્કારપાત્ર કૃત્યોથી વિમુખ થાઓ.


જ્યારે કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલમાં રહેનાર કોઈ પરદેશી મારાથી વિમુખ થઈને પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પોતાને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે પૂછપરછ કરવા જાય તો હું પ્રભુ જાતે તેને ઉત્તર આપીશ.


તેઓ ભલે સાંભળે કે ન સાંભળે, છતાં તારે મારો સંદેશ તેમને સંભળાવવો. તેઓ તો બંડખોર પ્રજા છે.


તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓ પાસે જા અને તેમને મારો સંદેશ કહી સંભળાવ.


તેમણે ઇઝરાયલના લોકો માટે મૂર્તિઓની પૂજા કરી હતી અને એમ તેમને પાપમાં દોર્યા હતા, તેથી હું પ્રભુ પરમેશ્વર શપથપૂર્વક જણાવું છું કે એ રીતે તેમણે તેમની દુષ્ટતા માટે સજા ભોગવવી પડશે.


સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan