Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:3 - પવિત્ર બાઇબલ C.L.

3 “હે મનુષ્યપુત્ર, આ માણસોનાં મન તેમની મૂર્તિઓમાં પરોવાયેલાં છે. તેમને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું તેઓ ધ્યાન ધરે છે. તો પછી શા માટે મારે તેમની પૂછપરછનો કોઈ પ્રત્યુત્તર આપવો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હ્રદયમાં સંઘરી રાખી છે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. શું હું તેમના પ્રશ્નોનો કંઈ પણ ઉત્તર આપું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાના હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકી છે. શું હું તેઓના પ્રશ્ર્નનો કંઈ પણ જવાબ આપું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “હે મનુષ્યના પુત્ર, આ માણસોએ પોતાનાં હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, અને જાણી જોઇને પોતાના પતનનો માર્ગ ખુલ્લો કર્યો છે. એવા માણસોના પ્રશ્ર્નનો હું શું જવાબ આપીશ?

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:3
37 Iomraidhean Croise  

એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારી સાથે તમારે શી લેવાદેવા છે? તમારાં માતપિતા જેમને પૂછવા જતાં હતાં એ સંદેશવાહકોને જઈને પૂછો.” યોરામે જવાબ આપ્યો, “ના, ના, પ્રભુએ જ અમને ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.”


હું કશી અધમ બાબતોને મારી દષ્ટિ સમક્ષ રાખીશ નહિ. ઈશ્વરનિષ્ઠાથી વિમુખ થનારનાં કાર્યો હું ધિક્કારું છું; તેમની સાથે મારે કોઈ સબંધ નથી.


જો મેં મારા હૃદયમાં ભૂંડાઈ રાખી હોય, તો પ્રભુએ મારું સાંભળ્યું જ ન હોત.


પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે.


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


દુષ્ટોનું બલિદાન પ્રભુની દૃષ્ટિમાં તિરસ્કારપાત્ર છે; પણ તે બલિદાન બદઇરાદાથી ચડાવાય ત્યારે તો વિશેષ ઘૃણાજનક બને છે.


નિયમશાસ્ત્રના પાલન પ્રત્યે બેદરકારી દાખવનારની પ્રાર્થના પણ ઘૃણાસ્પદ બની જાય છે.


“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.


જે માણસ સદાચારને માર્ગે ચાલે છે, જે સાચું બોલે છે, જે ગરીબો પરના જોર જુલમથી મળતો લાભ નકારે છે, જે લાંચ સ્વીકારવાથી પોતાનો હાથ પાછો રાખે છે, જે હિંસાની વાત ન સાંભળવી પડે માટે પોતાના કાન બંધ કરી દે, જે ભૂંડાઈના પ્રપંચ તરફ પોતાની આંખો મીંચી દે છે એવો જ માણસ વાસો કરી શકશે.


તેથી હું પ્રભુ પોતે તેમને જણાવું છું કે, હું તેમના પર આપત્તિ લાવીશ અને તેઓ તેમાંથી બચી શકશે નહિ, તેઓ મને મદદ માટે પોકાર કરશે, પણ હું તેમનું સાંભળીશ નહિ.


માનવી હૃદય સૌથી કપટી અને અતિશય ભ્રષ્ટ છે. તેને કોણ પારખી શકે?


“તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો.


પણ જેમનાં હૃદયો ઘૃણાસ્પદ મૂર્તિઓ અને ઘૃણાસ્પદ કુરિવાજો તરફ લાગેલાં છે, તેમણે તેમનાં સર્વ કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


ત્યારે પ્રભુનો સંદેશ મને મળ્યો:


તેથી તું તેમની સાથે વાત કરીને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કોઇ ઇઝરાયલી પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે જાય તો હું પોતે તેને તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર આપીશ.


જ્યારે કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલમાં રહેનાર કોઈ પરદેશી મારાથી વિમુખ થઈને પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પોતાને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે પૂછપરછ કરવા જાય તો હું પ્રભુ જાતે તેને ઉત્તર આપીશ.


કારણ, તેમણે મારા આદેશોનો અનાદર કર્યો છે, મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નથી અને સાબ્બાથદિન અપવિત્ર કર્યા છે. તેમનું મન તો મૂર્તિઓમાં જ લાગેલું હતું.


“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનો સાથે વાત કરીને તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “શું તમે મારી ઇચ્છા જાણવા આવ્યા છો? હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને કશું પૂછવા દેવાનો નથી. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


તમે તે મૂર્તિઓ આગળ તમારા પૂર્વજો જેવાં જ અર્પણો ચડાવો છો અને તમે તમારાં બાળકોના અગ્નિબલિ ચડાવી પોતાને ભ્રષ્ટ કરો છો. વળી, એવાં કામો કર્યા પછી તમે મારી ઇચ્છા જાણવા મારી પાસે આવો છો! હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને મારા મનની ઇચ્છા જણાવીશ નહિ.


વળી, જો કોઈ સદાચારી મનુષ્ય પોતાના સદાચારથી વિમુખ થઈ દુરાચાર કરે અને તેથી હું તેને જોખમમાં મૂકું, અને જો તું તેને ચેતવે નહિ તો તે પોતાના પાપને કારણે માર્યો જશે. હું તેનાં સત્કર્મો સંભારીશ નહિ, અને તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા લોકો શહેરના કોટની પાસે અને ઘરનાં બારણે તારે વિશે વાતો કરે છે. તેઓ એકબીજાને કહે છે: ‘આવો, પ્રભુ તરફથી આવતો સંદેશો સાંભળીએ.’


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


તેમણે ઇઝરાયલના લોકો માટે મૂર્તિઓની પૂજા કરી હતી અને એમ તેમને પાપમાં દોર્યા હતા, તેથી હું પ્રભુ પરમેશ્વર શપથપૂર્વક જણાવું છું કે એ રીતે તેમણે તેમની દુષ્ટતા માટે સજા ભોગવવી પડશે.


તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.


તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેકી દેશે અને સોનું કથીર બની જશે. પ્રભુના કોપના દિવસે તેમનું સોનુરૂપું તેમને ઉગારી શકશે નહિ. તેનાથી નથી તેમની ભૂખ મટવાની કે નથી તેમનું પેટ ધરાવાનું; બલ્કે, તેમના દુરાચાર માટે એ સોનુરૂપું જ તેમને માટે ઠોકરરૂપ થયું છે.


અને સંદેશવાહકો પણ એમાં કંઈ ઊણા ઊતરે એવા નથી. તેથી હું તમારી જનેતા ઇઝરાયલનો નાશ કરીશ.


સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


તેમણે મારી વાણી સાંભળી નહિ, તેથી મેં પણ તેમની પ્રાર્થના સાંભળી નહિ.


અને ઈસુએ તેમને કહ્યું, “ત્યારે હું પણ કયા અધિકારથી એ કાર્યો કરું છું તે તમને કહેવાનો નથી.”


તમે આ વાત તો જાણી લો કે વ્યભિચારી, દુરાચારી અથવા લોભી માણસ ખ્રિસ્ત અને ઈશ્વરના રાજનો ભાગીદાર કદી બનશે નહિ, કારણ, એવી વ્યક્તિ હકીક્તમાં મૂર્તિપૂજક જ છે.


વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.


પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે.


તેથી શું કરવું તે અંગે તેણે પ્રભુને પૂછી જોયું. પણ પ્રભુએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે સંદેશવાહકો મારફતે કંઈ જવાબ આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan