Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:19 - પવિત્ર બાઇબલ C.L.

19 અથવા હું તે દેશમાં રોગચાળો મોકલું અને મારો રોષ તે પર ઠાલવીને તેનાં જનજનાવરનો સંહાર કરું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અથવા જો હું તે દેશમાં મરકી મોકલું, ને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “અથવા જો હું તે દેશમાં રોગચાળો મોકલું અને રોષમાં અને રોષમાં માણસોનો અને પશુઓનો સંહાર કરું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:19
29 Iomraidhean Croise  

પછી ગાદે દાવિદ પાસે જઈને પ્રભુનો સંદેશો જણાવ્યો અને તેને પૂછયું, “તારી કઈ પસંદગી છે? તારા દેશમાં ત્રણ વર્ષનો દુકાળ પડે કે ત્રણ મહિના સુધી તારે તારા શત્રુઓથી ભાગતા ફરવું પડે કે ત્રણ દિવસ સુધી તારા દેશમાં રોગચાળો ફાટી નીકળે? તો હવે વિચાર કરીને મને કહે કે મારે પ્રભુને શો ઉત્તર આપવો?”


તેથી પ્રભુએ ઇઝરાયલ પર રોગચાળો મોકલ્યો, જે સવારથી તેમણે નિયત કરેલા સમય સુધી ચાલ્યો. દાનથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં સિત્તેર હજાર માણસો માર્યા ગયા.


“દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો.


જેથી તેમના પર શિક્ષા તરીકે લડાઈ, રોગચાળો કે દુકાળ જેવી કોઈ આફત આવી પડે ત્યારે તેઓ તમે જ્યાં તમારું નામ રાખ્યું છે તે આ મંદિરે આવીને ઊભા રહે અને તેઓ મુશ્કેલીમાં તમારી પ્રાર્થના કરે કે જેથી તમે તેમનું સાંભળીને તેમનો બચાવ કરો.


“દેશમાં દુકાળ પડે, કે રોગચાળો ફાટી નીકળે, અથવા લૂથી, તીડથી કે કાતરાથી પાકનો વિનાશ થાય, અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરે, અથવા તેમનામાં રોગ કે માંદગી આવે, તો તમે તેમની પ્રાર્થના સાંભળજો.


જ્યારે હું આકાશમાં વરસાદ અટકાવું અથવા પાક ખાઈ જવા તીડો મોકલું અથવા મારા લોકમાં રોગચાળો લાવું,


એકલા તે જ તને શિકારીના ફાંદાથી અને જીવલેણ મરકીથી બચાવશે.


અંધકારમાં ફેલાતી મરકીથી, અને ભર બપોરે પ્રસરતી મહામારીથી તું ડરીશ નહિ.


તેમના ક્તલ થઈ ગયેલાઓને ફેંકી દેવાશે અને તેમનાં શબ સડીને દુર્ગંધ મારશે. તેમના લોહીથી પર્વતો તરબોળ થઈ જશે.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.”


આ નગરમાં વસનારા લોકો અને પ્રાણીઓનો હું સંહાર કરીશ; તેઓ મોટા રોગચાળાથી મરશે.


આ નગરમાં રહેનારા યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી માર્યા જશે; પરંતુ આ નગરને ઘેરો ઘાલી રહેલા બેબિલોનના લશ્કરને શરણે જનાર જાણે લૂંટ મળી હોય તેમ પોતાનો જીવ બચાવશે.


હું તેમના પર યુદ્ધ, દુકાળ, અને રોગચાળો મોકલીશ. જેથી મેં તેમને તથા તેમના પૂર્વજોને જે દેશ આપ્યો છે તેમાંથી તેઓ નાબૂદ થઈ જશે.”


અને નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો પણ હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જ જિંદગી બચાવશે.


તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.”


વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.


હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.


તેમણે એ દેશમાં હત્યાઓ કરી હતી અને મૂર્તિપૂજા દ્વારા તેને અશુધ બનાવ્યો હતો. માટે મેં મારો કોપ તેમના પર વરસાવ્યો.


હું તેને રોગચાળાથી અને રક્તપાતથી સજા કરીશ. હું તેના પર, તેના સૈન્ય પર અને તેની સાથેની અનેક પ્રજાઓ ઉપર ધોધમાર વરસાદ, કરા, આગ અને ગંધક વરસાવીશ.


તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ.


હવે થોડી જ વારમાં હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારો રોષ તમારા પર ઠાલવીશ. તમારા દુરાચાર અનુસાર તમારો ન્યાય કરીશ અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ.


મેં ઇજિપ્ત પર મોકલી હતી તેવી મરકી તમારા પર મોકલી. મેં યુદ્ધમાં તમારા જુવાનોની ક્તલ કરી અને તમારા ઘોડાઓનું મેં હરણ કરાવ્યું. તમારી છાવણીના મૃતદેહોની દુર્ગંધથી મેં તમારાં નસકોરાં ભરી દીધાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


હું રોગચાળો મોકલીને તેમનો વિનાશ કરી નાખીશ, અને તેમનું ઠામઠેકાણું નહિ રહે. પણ હું તારાથી તેમના કરતાં મહાન અને બળવાન પ્રજા ઉત્પન્‍ન કરીશ.”


દેશો અરસપરસ યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેર ઠેર દુકાળો પડશે અને ધરતીકંપો થશે.


Lean sinn:

Sanasan


Sanasan