Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઈને કહું છું કે તે ત્રણ માણસો તે દેશમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. તેઓ ફક્ત પોતાની જિંદગી જ બચાવી શકશે; પણ તે દેશ તો ઉજ્જડ બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જો કે એ ત્રણ માણસો તેમાં હોય, તોપણ તેઓ પોતાના પુત્રોને તેમ જ પોતાની પુત્રીઓને ઉગારી શકશે નહિ, તેઓ ફકત પોતે જ બચવા પમશે, પણ દેશ તો ઉજ્જડ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે,” જોકે આ ત્રણ માણસો તેમાં હોય, “તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 અને જો આ ત્રણ માણસો ત્યાં હોત તો તેઓ પોતાના પુત્ર-પુત્રીઓને બચાવી શક્યા ન હોત. તે ત્રણ માણસો માત્ર પોતાના જીવ બચાવી શક્યા હોત. અને આખો દેશ વેરાન અને ઉજ્જડ થઇ જાત.” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:16
13 Iomraidhean Croise  

ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.


તેઓ કહે છે, ‘અમારા વૈરીઓ સંહાર પામ્યા છે, અને તેમાંથી બચી છૂટયા તેમને અગ્નિએ ભસ્મ કર્યા છે.’


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


અને નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો પણ હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જ જિંદગી બચાવશે.


તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.”


જે માણસ પાપ કરે તે જ માર્યો જશે. પિતાના પાપનું ફળ પુત્રે ભોગવવું પડશે નહિ અને પુત્રના પાપનું ફળ પિતાએ ભોગવવું પડશે નહિ. સદાચારીનો સદાચાર તેના લાભમાં લેખાશે અને દુષ્ટ તેની દુષ્ટતા માટે જવાબદાર ઠરશે.


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’


વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.


આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan